સુરતના બારડોલી ખાતે જ્વાળાદેવી માતાનો 16માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ :મેસુરીયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી
બારડોલી ખાતે યોજાયેલા 16 માં પાટોત્સવ ની… સુરતના બારડોલી ખાતે મેસુરીયા સમાજ દ્વારા જ્વાળામુખી માતાના 16માં પાટોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બારડોલી ખાતે યોજાયેલા જ્વાળામુખી માતાના પાટોત્સવમાં સુરત જિલ્લા સહિત આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મેસુરીયા સમાજના આગેવાનો એ હાજરી આપી હતી
સુરતના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર આવેલા જ્વાળામુખી માતાજીના મંદિરે 16 મી સાલગીરી નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સુરત સહીત આજુબાજુ વિસ્તારમાંથી મેસુરીયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. બારડોલી પ્રદેશ મેસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો દ્વારા ખુલ્લા હાથે દાન નૉ ધોધ વહેડાવ્યો હતો. જ્વાળામુખી માતાના પાટોત્સવ માં એન. આર. આઈ હર્ષાબેન અને નરેન્દ્રભાઈ મેસુરીયા દ્વારા મહા પ્રસાદી નું આયોજન કર્યું હતું.
બારડોલી પ્રદેશ મેસુરીયા સમાજ દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. મેસુરીયા, ભાટિયા સમાજના લોકોએ આસ્થા સાથે જવાળામુખી માતાના દર્શનનો લ્હાવો લીધો હતો.બારડોલી મેસુરીયા સમાજના પ્રમુખ જયંતિ ટ્રેલર, ડો. વિનોદ મેસુરીયા, નિકુંજ મેસુરીયા, રાજુભાઈ, સમાજની મહિલા મંડળો એ ભાગ લીધો હતો.