Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જંબુસર ના ખાનપુર દેહ ગામ ના ગ્રામજનોએ ‘રોડ નહી તો વોટ નહી’ ની માંગ સાથે પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ ને આવેદનપત્ર પાઠવ્યુ.

Share

જંબુસર ના ખાનપુર દેહ ગામ ના ગ્રામજનોએ ‘રોડ નહી તો વોટ નહી’ ની માંગ સાથે પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ ને આવેદનપત્ર પાઠવ્યુ.

જંબુસર તાલુકા ના વિકાસ થી વંચિત ખાનપુર દેહ ગામે ગતરોજ ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગ્યા બાદ આજરોજ ગ્રામજનો એ માજી સરપંચ રસીદભાઈ પટેલ ની આગેવાની હેઠળ પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર પાઠવી પોતાની ને પોતાની વ્યથા વ્યક્ત કરી હોવાના તથા કોઈપણ રાજકીય પક્ષ ના કાર્યકરોએ પ્રચાર માટે ગામમા પ્રવેશ નહી કરવા આવેદનપત્ર ધ્વારા ચીમકી આપી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

Advertisement

જંબુસર તાલુકા ના ૫૦૦૦ ની વસ્તી ધરાવતા ખાનપુર દેહ ગામ થી જંબુસર નો માર્ગ એકદમ બિસ્માર હાલત મા હોય તે માટે મત વિસ્તારના ધારાસભ્ય, pwd વિભાગ ના અધિકારી સહીત ગાંધીનગર સુધીની ઉચ્ચ કક્ષાએ આ રોડની ગ્રામજનો એ રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી તેમજ બે વર્ષ થી રોડ મંજુર થવા છતાં રોડ બનવવામાં કોન્ટ્રાકટર તરફથી કોઈપણ કામગીરી હાથ ધરાતી નથી.છેલ્લા કેટલાય મહિના ઓ થી કોન્ટ્રાકટર ધ્વારા ગામ ઉપર મશીનરી મુકવામા આવેલ છે પણ કામગીરી શરૂ ન કરાતા ગ્રામજનો મા રોષ લાગણી પ્રવર્તી છે. અને રોડ નહીં તો વોટ નહીં ની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનુ ગ્રામજનો નક્કી કરી ગામ મા ચુંટણી બહિષ્કાર ના બેનરો લગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો.અને ગામ મા પ્રચાર અર્થે કોઈ પણ રાજકીય આગેવાને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી હતી ત્યારબાદ આજરોજ માજી સરપંચ રસીદભાઈ પટેલ (મચ્છીવાલા) ની રાહબરી હેઠળ મોટી સંખ્યા મા ગ્રામજનો જંબુસર પ્રાન્ત કચેરીએ આવ્યા હતા. અને પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ ને આવેદનપત્ર પાઠવી ને પોતાની વ્યથા વ્યક્ત કરતા આવેદનપત્ર ધ્વારા જણાવ્યુ હતુ કે ખાનપુર ગામ ના ગ્રામજનો નો તબીબ ક્ષેત્ર સહિત તમામ વ્યવહાર તાલુકા મથક જંબુસર સાથે જોડાયેલ છે.ખાનપુર ગામ થી જંબુસર નો માર્ગ એકદમ બિસ્માર હાલત મા હોય બિમાર દર્દીઓ, પ્રસુતા, વૃધ્ધો ને આવવા જવામા મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે.તેમજ ખાનપુર જંબુસર વચ્ચે પેસેન્જર મા ફરતી રિક્ષા ના ચાલકો ને બિસ્માર રોડ ના કારણે રિક્ષા મા નુકશાન થઈ રહયુ આર્થિક નુકસાન નો સામનો કરવો પડતો હોય છે.આ સમસ્યાઓ ના નિવેડા માટે તાકીદે રોડ નુ કામ શરૂ કરાવવા માંગ કરી જો કામ શરૂ નહી થાય તો લોકસભા ની ચુંટણી નો બહિષ્કાર કરવાની તથા ગામ મા પ્રચાર અર્થે આવતા રાજકીય પક્ષ ના કાર્યકરો માટે પ્રવેશ બંધી કરી હોવાની જાણ આવેદનપત્ર ધ્વારા પ્રાન્ત અધિકારી ને કરી છે.


Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળનાં દર્દીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : ન.પા. પ્રમુખ પાણી ભરાયેલા વિવિધ વિસ્તારોની મુલાકાતે : દયનીય વિસ્તારોમાં ફૂડ પેકેટ વિતરણ કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરની આદર્શ સ્કૂલ નજીક ન.પા. દ્વારા ગટર લાઇનની આડેધડ કામગીરી, વ્યવસ્થિત પુરાણ ન કરાતા ટ્રક ફસાઈ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!