Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે જામશે ત્રી પાંખીયો જંગ

Share

ભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે જામશે ત્રી પાંખીયો જંગ

ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કુલ 13 ઉમેદવારો આ ચૂંટણી જંગ લડશે જેમાં ભાજપ, ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતું જેનાથી હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો મેદાને છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા અને ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આ ઉપરાંત આઠ અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે સાથે જ બહુજન સમાજ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી લડશે ભરૂચ બેઠકના ઉમેદવારો પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા,બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા, માલવા કોંગ્રેસના ગીતાબેન માછી, ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા અપક્ષ ઉમેદવારો ઇસ્માઇલ પટેલ, ધર્મેશ વસાવા, નવીન પટેલ નારણ રાવલ, મિર્ઝા આબિદ બેગ યાસીન બેગ, મિતેશ પઢિયાર,યુસુફ હસનઅલી અને સાજીદ યાકુબ મુનશી હવે ચૂંટણીના જંગમાં છે

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેશનલ ડિઝાસ્ટર રિસોપન્સ ફોર્સ(NDRF) ના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના કરજણ ઓવારા પાસે પૂર આધારિત મોકડ્રીલ યોજાઈ

ProudOfGujarat

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ કિનારે એક મહિલાની લાશ નર્મદા નદીમાં મળી આવી હતી.

ProudOfGujarat

ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના કર્મચારીઓ હડતાલ પર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!