ભરૂચમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટેકનીકલ સર્વેલમ સ્ટીમ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારેએલ સી બી પોલીસે પાનોલી માં થયેલ મોબાઈલ સ્નેચિંગ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે
આ બનાવની મળતી વિગતો અનુસાર ગતરાત્રિના એલસીબીઆઈ સહિતની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીના જુદા જુદા ગુનામાં નાસ્તા ફરતા આરોપી હાલ અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જોવા મળેલ છે એને પોલીસે ઝડપી લઇ આકરી ઢબે પૂછતાજ કરતા મોબાઈલ ના બીલ સહિતના પુરાવાઓ રજૂ ન કરી શકતા સીઆરપીસી કલમ 70 ના વોરંટ ઇસ્યુ થયેલ આરોપી 1, પ્રથમ કુમાર જલારામ મિસ્ત્રી ઉંમર વર્ષ 20 રહેઠાણ શાંતિનગર સોસાયટી જૂની જીબી કોસંબા તાલુકો માંગરોળ જિલ્લો સુરત, તથા અન્ય બે આરોપીઓ 2, અર્જુન મંગાભાઈ વાઘરી ઉંમર વર્ષ 19 રહેઠાણ તળાવ ફળિયુ વાઘરીવાસ કોસંબા તાલુકો માંગરોળ જિલ્લો સુરત, 3, જયેશ રાજુ ઢામેચા ઉંમર વર્ષ 19 રહેઠાણ કોસંબા માંગરોળ જિલ્લો સુરત ને ઝડપી લઇ 8 નંગ મોબાઈલ ફોન તથા કુલ રૂપિયા 50,000 ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ આઇપીસી કલમ 379/ A-1 / આઇપીસી કલમ 114 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .