ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧ તથા મુલ્કી સેવા વર્ગ -૧ અને ૨ ની પ્રાથમિક કસોટીની પરીક્ષા ભરૂચ જીલ્લાના ૧૭ જેટલી બિલ્ડીંગમાં યોજાઈ હતી. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષાર્થિઓએ પરિક્ષા આપી હતી. આ પરિક્ષામાં કુલ ૪૪૬૪ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. ભરૂચમાં કુલ ૪ રૂટ પર ૧૭ બિલ્ડીંગમાં ૧૮૬ બ્લોકમાં પરિક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાની કામગીરી માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ૧૦, કલેક્ટર કચેરીના ૪૯, તિજોરીના અધિકારી કચેરીના ૪, પોલીસ અધિક્ષક કચેરીના ૬૦ તેમજ કેન્દ્ર સંચાલકનો ૩૭૫ સ્ટાફ મળી કુલ ૪૯૮ જેટલા સરકારી કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા.
Advertisement