Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જંબુસરના વેડચ ગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત મા એકનું મોત,માટી ખંનન કરતી ટ્રકે બાઇક ચાલકને કચડી નાખ્યો

Share

જંબુસરના વેડચ ગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત મા એકનું મોત,માટી ખંનન કરતી ટ્રકે બાઇક ચાલકને કચડી નાખ્યો

ભરૂચ જિલ્લા માં દિવસે ને દિવસે અકસ્માત ની ઘટનાઓ માં સતત વધારો નોંધાઈ રહ્યો છૅ, ચાલુ વર્ષે પણ અનેક અકસ્માત ની ઘટનાઓ પ્રકાશ માં આવી ચુકી છૅ, તેવામાં જંબુસર પાસેથી વધુ એક અકસ્માત ની ઘટના માં એક વ્યક્તિ એ પોતાનો જીવ ગુમાવ્યો છૅ,

Advertisement

જંબુસર તાલુકાના વેડચ ગામ નજીક આજ રોજ માટી ખંનન કરી ટ્રક માં ભરી વહન થતી ટ્રક ના ચાલકે એક બાઈક સવાર યુવક ને અડફેટે લીધો હતો, સર્જાયેલ અકસ્માત ની આ ઘટનામાં બાઈક સવાર નું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,

ઘટનાની જાણ વેડચ પોલીસને તથા વેડચ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબજો મેળવી પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડી આગળની વધુ તપાસ હાથધરી હતી

જોકે અકસ્માત બાદ સ્થળ ઉપર લૉક ટોળા ભેગા થતા ટ્રક ચાલક પોતાની ટ્રક મૂકી સ્થળ ઉપર થી ફરાર થઈ ગયો હતો,હાલ પ્રાથમિક જાણકારી મુજબ બાઈક સવાર મૃતક યુવક રાજેસ્થાન નો વતની હોવાનું કહેવાય રહ્યું છૅ


Share

Related posts

એકતા કપૂર ‘ડિરેક્ટોરેટ એવોર્ડ’ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની

ProudOfGujarat

પંચમહાલ ખાણખનિજ વિભાગે કરોડોની વસૂલાત કરતા ભૂમાફિયા ઓમાં ફફડાટ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!