વાગરા ની વિલાયત જીઆઈડીસી માં શ્રમિકો ભરેલ ટેમ્પો પલ્ટી મારવા ની ઘટનામાં બે ના મોત, ડ્રાઇવર પર દોષ નો ટોપલો જ્યુબીલન્ટ કંપની અને કોન્ટ્રાકટર સામે પોલીસ ની ઢીલાસ
-અવાર નવાર સર્જાતી ઘટનાઓ બાદ પણ કંપની સત્તાધીશો અને પાટીલ બ્રધર્સ કોન્ટેક્ટરે મામલે નોંધ ન લીધી
-શ્રમિકો ને ઘેટા બકરા ની જેમ લઈ જવાતા પરંતુ તંત્ર પેટ નું પાણી ન હલ્યું
-ઔધોગિક એકમોમાં કામદારો ની સુરક્ષા અને સલામતી માટે જાગૃત નાગરિકે કરેલ લેખિત રજુઆત પર પણ તંત્ર એ ધ્યાન ન આપ્યું
ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જ્યુબીલયન્ટ કંપની વધુ એક વાર ચર્ચાનું કેન્દ્ર બની છૅ, આ કંપની માં કામ કરતા શ્રમિકો ને ઘટા બકરા ની જેમ ટેમ્પા ઓમાં ભરી ને લવાય છૅ, જેને લઈ અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ માં અનેક શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છૅ,
સ્થાનિક પોલીસ અને તંત્ર ની ઢીલાસ તેમજ જ્યુબીલન્ટ કંપની સત્તાધીસો અને પાટીલ બ્રધર્સ નામક કોન્ટ્રાકટર ની બેદરકારી ના કારણે શ્રમિકો પોતાની રોજી રોટી મેળવવા માટે એક ટેમ્પો માં 15 થી વધુ પ્રમાણ માં ઘટા બકરા ની જેમ સવાર થઈ તેઓના રૂમ થી કંપની માં કામ કરવા માટે અવર જ્વર કરતા હોય છૅ,
ગત રોજ વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં જ્યુબીલન્ટ કંપની માં કામ અર્થે જતા શ્રમિકો નો ટેમ્પો પલ્ટી માર્યો હતો જે ઘટનામાં કુંદન કુમાર સંજય સીંહ તેમજ રોજા સમસાદ અંસારી નામના કામદારો નું ગંભીર ઈજાઓ ના પગલે મોત નીપજ્યું હતું તથા અન્ય 5 થી વધુ કામદારો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડવાની નૉબત આવી હતી,
અત્રે ઉલ્લેખનિય છૅ કે સમગ્ર ઘટના ક્રમ માં પોલીસે માત્ર ડ્રાઇવર ને કસૂરવાર ઠેરવી મામલે તેની સામે ગુનો દાખલ કર્યો હતો, જોકે શ્રમિકો નું કહેવું છૅ કે જ્યુબીલન્ટ કંપની ના કોન્ટ્રાકટર પાટીલ બ્રધર્સ ને અવાર નવાર કામદારોએ વાહન ની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું,પરંતુ જ્યુબીલન્ટ કંપની સત્તા ધીશો અને કોન્ટ્રાકટરો એ શ્રમિકો ની વાત પર ધ્યાન ન આપ્યું હતું અને છેવટે ગત રોજ શ્રમિકો એ જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો,
સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યા બાદ થી જાગૃત નાગરિકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે એકલા ભાડા ના ટેમ્પો ના ડ્રાઇવર ના માથે દોષ નો યોગ્ય નથી,મામલે બેદરકારી દાખવનારા જ્યુબીલન્ટ કંપની સત્તાધીસો અને ત્યાં રહેલા પાટીલ બ્રધર્સ નામક કોન્ટ્રાકટર સામે પણ કાર્યવાહી કરવા માં આવે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છૅ
બોક્સ-કહેવાય છે ભરૂચ કલેકટર ને જાગૃત નાગરિક દ્વારા અગાઉ લેખિત રજુઆત કરી ઔધોગિક એકમો માં કામદારો ની સલામતી અને સુરક્ષા બાબતે ધ્યાન પણ દોર્યું હતું છતાં નફ્ફટ બનેલા કોન્ટ્રાકટરો અને કંપની સત્તાધીસો એ મામલે ઢીલાસ દાખવી હતી અને પરિણામે આ પ્રકારે અકસ્માત ની દુઃખદ ઘટનાઓમાં કામદારો પોતાનું જીવ ગુમાવી રહ્યા છૅ,