વગારા વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિકો ભરેલ બોલેરો પીક અપ પલ્ટી મારી,એક નું મોત અનેક ઘાયલ
ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા માં આવેલ વિલાયત જીઆઈડીસી વિસ્તાર વધુ એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છૅ, ખાનગી કંપની ઓમાં ઘેટાં બકરા ની જેમ શ્રમિકો ને બેસાડી દોડતી ગાડીઓ હવે જીવલેણ સાબિત થઈ રહી છૅ,
અનેક વાર આ ગાડીઓને અકસ્માત નડ્યો હોવા છતાં તંત્ર અને કંપની સત્તા ધીસો ની ઢીલાસ ના કારણે આજે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છૅ, જેમાં વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં ખીચો ખીચ શ્રમિકો થી ભરેલ એક બોલેરો પીક અપ વાન પલ્ટી મારી નજીક ના વૃક્ષ માં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો,
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત ની ઘટનામાં એક શ્રમિક એ જીવ ગુમાવ્યા છૅ તો અન્ય 10 થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છૅ, અચાનક બ્રેક ફેલ થતા ચાલકે કાબુ ગુમાવતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ની ઘટના બાદ સ્થળ ઉપર ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી, તેમજ ઈજાગ્રસ્ત શ્રમિકો ને સારવાર અર્થે ખસેડી મામલા અંગેની જાણ વાગરા પોલીસ મથકે કરવામાં આવી હતી,
પોલીસે સ્થળ ઉપર દોડી જઈ ક્રેન ની મદદ થી અકસ્માત ગ્રસ્ત ગાડી ને રસ્તા ઉપર થી સાઈડ પર કર્યા બાદ ઘટના માં મૃત્યુ પામેલ શ્રમિક ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતા તેમજ મામલા અંગેની વધુ તપાસ શરૂ કરી હતી,
અત્રે ઉલ્લેખનિય છૅ કે આ અગાઉ પણ આજ પ્રકારે શ્રમિકો નો ટેમ્પો પલ્ટી માર્યા હોવાની ઘટનાઓ પ્રકાશ માં આવી ચુકી છૅ, તેમજ અનેક વાર જાગૃત નાગરિકોએ મીડિયા થકી મામલે રજુઆતો પણ તંત્ર સુધી પહોંચાડી છૅ, છતાં આ વિસ્તારમાં ઊંઘતું પોલીસ તંત્ર અને કંપની સંચાલકો અને કોન્ટ્રાકટરો એ બેદરકારી ભર્યા વલણ અપનાવી મામલે ગંભીરતા ન દાખવતા આખરે વધુ એક વાર શ્રમિકો ને જીવ ગુમાવવા નો વારો આવ્યો હતો