યુવાન બોલ્યો સાહેબ આદિવાસી સમાજ ના કામો ગામ માં નથી થતા,મનસુખ વસાવા બોલ્યા અલ્યા ભાઇ તૂ શું કામ આવું કરે છૅ,
-ભરૂચ ના દયાદરા ગામે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા ની સભામાં આદિવાસી યુવાને આપ્યું આવેદન
ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય માહોલ સતત ગરમાઈ રહ્યો છૅ, આ બધા વચ્ચે હવે વિવિધ રાજકીય પક્ષ ના ઉમેદવારો પ્રચાર માં પણ જોતરાઇ ગયા છૅ, તેવામાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અને સતત છ ટર્મ ના ભરૂચ ના સાંસદ ને એક જાહેર સભાં માં કડવો અનુભવ એક આદિવાસી યુવાને કરાવ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છૅ,
કહેવાય છૅ કે ભરૂચ ના દયાદરા ગામ ખાતે જયારે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર મનસુખ વસાવા જયારે સભાં કરવા માટે ગયા હતા ત્યારે એક આદિવાસી યુવાને ગામ આદિવાસી સમાજ ને પડતી તકલીફો અને ફરિયાદો અંગેની લેખિત રજુઆત માટે પોતે સ્ટેજ પર ચઢી ગયો હતો અને માઈક માં તેઓની વેદના વ્યક્ત કરી હતી,
અચાનક યુવાનના આ પ્રકારના વર્તન થી ઉપસ્થિત લોકો માં પણ ચર્ચાઓ એ જોર પકડ્યું હતું જે બાદ યુવાને રજુઆત કરી સ્ટેજ ની નીચે ઉતરતા સાંસદ દ્વારા યુવાનની રજુઆત ને ધ્યાન પર લઈ સરકાર ની વાહ વાહી શરૂ કરી દીધી હતી તે જ દરમ્યાન યુવાન જયારે પોતાના પેજ પર લાઈવ થવા માટે તેના મિત્ર પાસે મોબાઈલ માંગે છૅ ત્યારે એ યુવાનને મનસુખ વસાવા ટોકતા નજરે પડે છૅ અને બોલે છૅ કે શું કામ તૂ આવું કરે છૅ, સારું કર કર અમને કોઇ નો દર નથી તેવા શબ્દો નું ઉચ્ચારણ કરતા નજરે પડે છૅ,
હાલ આ સમગ્ર મામલા અંગેનો વાયરલ વીડિયો ભરૂચ બેઠક પર જામેલા રાજકીય જંગ ના માહોલ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છૅ,