Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભારે કરી -ભરૂચ લોકસભા બેઠક પર બાપ પાર્ટી ના ઉમેદવાર દિલીપ વસાવા ફોર્મ ભરવા આવ્યા અને ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર સાથે હસ્તા મોઢે ખેંચાવી તસ્વીરો

Share

ભારે કરી -ભરૂચ લોકસભા બેઠક પર બાપ પાર્ટી ના ઉમેદવાર દિલીપ વસાવા ફોર્મ ભરવા આવ્યા અને ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર સાથે હસ્તા મોઢે ખેંચાવી તસ્વીરો

ભરૂચ લોકસભા બેઠક પર નો રાજકીય જંગ તેની ચરમ સીમા એ પહોંચ્યો છૅ, તેવામાં આજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ એક બીજા ની સામે પડતા જોવા મળ્યા છૅ, તેવામાં ભરૂચ કલેકટર કચેરી ખાતે થી એક ચોંકાવનારી તસ્વીર રાજકીય માહોલ માં ચર્ચાનું કેન્દ્ર બની છૅ,

Advertisement

વાત કંઈક આમ છૅ કે આજરોજ બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી તરફ થી ભરૂચ બેઠક ના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેકટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા,

દિલીપ વસાવા જયારે ફોર્મ ભરવા માટે આવ્યા હતા તે દરમ્યાન જ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં તેઓના પત્ની માટે ડમી ઉમેદવાર તરીકે નું ફોર્મ ભરવા આવ્યા હતા,પરંતુ ત્યાં બાહર સોફા પર બેઠાં તે જ દરમ્યાન દિલીપ વસાવા અને ચૈતર વસાવા નો ભેટો થયો હતો,

રાજકીય વેરઝેર ભૂલી બંને નેતાઓએ હસ્તા મોઢે મીડિયા સમક્ષ પોતાના ચહેરા રજુ કર્યા હતા,તેમજ મીડિયા કર્મીઓએ જયારે બંને ને પૂછ્યું કે કેવું લાગે છૅ.. કોણ જીતશે તો બંને હસી પડ્યા હતા અને દિલીપ વસાવા બોલી પડ્યા કે લૉકશાહી દેશ છૅ જેમાં દરેક ને મત આપવાનો અધિકાર છૅ, કોઇ પણ જીતી શકે છૅ,

આમ ભરૂચ કલેકટર કચેરી એ બાપ પાર્ટી ના ઉમેદવાર જયારે પોતાનું ફોર્મ ભરવા આવ્યા ત્યારે આ પ્રકાર ની સર્જાયેલ રાજકીય ગતિવિધિ એ અનેક ચર્ચાઓ જગાવી હતી, તો બીજી તરફ બાપ પાર્ટી તરફ થી દિલીપ વસાવા એ પોતાની ઉમેદવારી પત્ર ભરી ને બેઠક પર જીત ના દાવા કર્યા હતા,


Share

Related posts

વડોદરા : કરજણ ખાતે આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

73માં સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાના કાયઁકમની ઉજવણી ઝઘડીયા તાલુકા ખાતે રાખવામાં આવી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામ નજીક બાઇકની ટક્કરે ત્રણ રાહદારીને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!