Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા રાણા સમાજની વાડીના લાભાર્થે છેલ્લા ૩૮ વર્ષોથી શરદ પૂર્ણિમા તેમજ ચાંદની પડવા નિમિત્તે માવાઘારી બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Share

સમગ્ર ગુજરાતમાં માવાઘારીનો મહિમા ખૂબ જ અનેરો માનવામાં આવે છે. તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચાંદની પડવાના પર્વે લોકો માવાઘારી ઘેલા બને છે. આ પ્રસંગે ભરૂચવાસીઓને સ્વાદિષ્ટ, શુદ્ધ, સ્વચ્છ અને પૌષ્ટિક માવાઘારી મળી રહે તે માટે સમસ્ત રાણા સમાજ દ્વારા સમાજના પ્રમુખ સનતભાઈ રાણાની આગેવાનીમાં છેલ્લા ૩૮ વર્ષોથી માવાઘારી બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે. આ માવાઘારીને સૌરાષ્ટ્રનું ભાણજી લવજીનું શુદ્ધ ઘી, બદામ, પિસ્તા, કાજુ, એલચી, કેસર તેમજ ઉંચી ગુણવત્તાના માવા સહિતનો સમાવેશ કરી તૈયાર કરવામાં આવે છે. સમગ્ર કામગીરી દરમિયાન સમાજના ૬૦ જેટલા કાર્યકરો પોતાનો સહકાર આપી સેવાકાર્ય આપે છે. રાણા સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ માવાઘારીના વેચાણમાંથી જે કંઈ બચત પ્રાપ્ત થાય છે તેને જ્ઞાતિના ઉત્કર્ષ માટે ખર્ચવામાં આવે છે.

Advertisement

Share

Related posts

સાર્વજનિક હાઈસ્કૂલ વાડીનાં ટ્રસ્ટી રિટાયર કલેકટર જગતસિંહ વસાવા તરફથી ઉમરપાડા તાલુકાનાં ઝરપણ ગામે 80 કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : વ્હાલુ ગામની સીમમાં આધેડ વ્યક્તિની લાશ મળી આવી.

ProudOfGujarat

સુરત શહેરના રાંદેરના હત્યાનાં મામલામાં પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!