Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચજિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડીયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું.

Share

ભરૂચજિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું.

-હમ સાથ સાથ હૈ, ચૈતર ને જીતાડવા ગામે ગામ મહેનત કરીશું…

Advertisement

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠ બંધન બાદ ગુજરાતની 26 લોકસભા બેઠક માંથી 2 બેઠકો ભરૂચ અને ભાવ નગર આમ આદમી પાર્ટીને ફાળવવા માં આવી હતી, ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠ બંધન ના ચૈતર વસાવા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું,

જે બાદ કોંગ્રેસ માં જ અંદરો અંદર વિખવાદ ઉભો થયો હતો અને કેટલાક સિનિયર કોંગ્રેસ ના આગેવાનોએ ચૈતર વસાવા ને સમર્થન નહિ આપ્યે તેમજ પાર્ટી સિમ્બોલ પર ચૂંટણી લડે તેવી માંગ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી,

ઇન્ડિયા ગઠ બંધન ના બેઠક પર ના ઉમેદવાર ને લઈ કોંગ્રેસ માં જ બે ફાંટા જોવા મળ્યા હતા, જે બાદ હવે કોંગ્રેસ ના વિખવાદ નો આજે અંત આવ્યો હતો, અને નારાજ આગેવાનો એ ચૈતર વસાવા ને સાથે એક પત્રકાર પરિષદ નું આયોજન કર્યું હતું, અને ચૈતર વસાવા ને સમર્થન આપ્યું હતું,

રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા,સંદીપ માંગરોલા,સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી જ્યાં આગામી દિવસો માં ગામે ગામ ચૈતર વસાવા માટે મહેનત કરવાની બાહેદરી આપી હતી તેમજ તેઓની જીતાડવા મહેનત કરવા અંગેની તૈયારી બતાડી હતી


Share

Related posts

વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવાશે.

ProudOfGujarat

એમેઝોન પ્રાઇમ વિડિયોને 5 સૌથી વધારે પ્રિય ટાઈટલ્સ સાથે આ મહિને મળ્યા અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વ્યુઅરશીપ ..!

ProudOfGujarat

વડોદરાના ગોલ્ડન મેન પ્રભુ સોલંકીની 30 લાખના નકલી સોનાના પ્રકરણમાં થઇ ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!