Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાલેજ હાઇવે સ્થિત ગિરનાર કાઠિયાવાડી હોટલ પાસે ભાજપની સભા યોજાઇ, આતશબાજી દ્વારા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું…

Share

પાલેજ હાઇવે સ્થિત ગિરનાર કાઠિયાવાડી હોટલ પાસે ભાજપની સભા યોજાઇ, આતશબાજી દ્વારા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું…

લોકસભાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે બે મુખ્ય રાજકિય પક્ષો દ્વારા જાહેર સભાઓ યોજી મતદારોને રીઝવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. ભરૂચના પાલેજ હાઇવે સ્થિત ગિરનાર કાઠિયાવાડી હોટલ પાસે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભા યોજાઇ હતી. પાલેજ ખાતે આવી પહોંચેલા ભાજપના ઉમેદવારનું આતશબાજી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

આયોજિત સભામાં પાલેજ ભાજપના સ્થાનિક કાર્યકરો જયેશ સોજિત્રા, પુર્વ ઉપસરપંચ સલીમ વકીલ, પવનકુમાર જૈન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પ્રાસંગિક પ્રવચનમાં ભાજપ સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને વિસ્તૃત માહિતી આપી હતી. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને સતત સાતમી વાર જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી.

ત્યારબાદ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં તેઓના છ ટર્મના કાર્યકાળ દરમિયાન કરેલા કામોની માહિતી આપી હતી. આમ આદમી પાર્ટી પર તેઓએ આકરા પ્રહારો કર્યા હતા. સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી. ભાજપ સરકાર દ્વારા મહિલાઓ માટે તેમજ સામાન્ય નાગરિકો માટે જે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તે વિશે પણ માહિતી આપી હતી. લોકસભા ચૂંટણીમાં તેઓએ ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા અપીલ કરી હતી. આયોજિત સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા…

:- યાકુબ પટેલ..ભરૂચ…


Share

Related posts

નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ હાલ વાહનોની અવર-જવર માટે ખુલ્લા કરાયા

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાના વિકાસના કામમાં જ નગરપાલિકાનું પાણીનું ટેન્કર ફસાયું…..

ProudOfGujarat

ભરૂચ સબજેલના એક બેરેકના શૌચાલયમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!