ભરૂચ જિલ્લામાં ઔધોગિક વિસ્તાર ખૂબ મોટા પ્રમાણ માં આવેલો છે તેના લીધે પાસપરમીટ વગર નો માલ આવતો જતો હોય છે તે તમામ બાબતો નું ધ્યાન રાખી પોલીસ અવાર નવાર પેટ્રોલિંગ માં ફરતી હોય છે
હાલ લોકસભા ચૂંટણી ને લીધે નેત્રંગ પોલીસ મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ માં હતી તે દરમ્યાન બંધબોડી નો ટેમ્પો આવતા તેને રોકી ડ્રાઈવર ને ટેમ્પાના કાગળો અને તેની ઓળખ ના પુરાવા માંગતા કોઈ યોગ્ય જવાબ પોલિસ ને ના મળતા ટેમ્પા ની તલાશી લેતા તેમાં પાન મસાલા અને જરડા ના પાર્સલ ઓ ભરેલા હતા તે શંકાસ્પદ માલ ના બીલો માંગતા ડ્રાઈવર ઉમેશ પાલે સંતોષકારક જવાબ ન આપતા પોલીસ ને ટેમ્પા માંના પાન મસાલા અને જરડા નો માલ કોઈ સાથે છળકપટ કે ચોરીનો માલ હોવાની શંકા જતા ૭૧ લાખ ના માલ અને ટેમ્પા તથા મોબાઇલ ના મુદ્દામાલ સહિત ૮૧,૧૪.૮૦૦ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની વધુ કાર્યવાહી નેત્રંગ પોલીસે હાથ ધરી હતી
લાખો રૂપિયાનો પણ મસાલા, જારડાનો શંકાસ્પદ માલ પકડી પાડતી નેત્રંગ પોલીસે
Advertisement