શંકાસ્પદ ચાર હજાર કિલો ના ભંગાર સાથે એક ની અટક કરતી ભરૂચ એસ ઓ જી
પાનોલી પોલીસ ને વધુ તપાસ સોંપાઈ
Advertisement
અંકલેશ્વર વિસ્તાર માં એસ.ઓ.જી પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન મળેલી બાતમી ના આધારે કાપોદ્રા નજીક કામધેનુ એસ્ટેટ પાસેથી એક આઇસર ટેમ્પો આધાર પુરાવા કે બીલટી વગર ની પતરા, એંગલ,અને એમએસ નો ભંગાર સહિત પ્લેટો ભરી પ્રસાર થઈ રહ્યો હતો તે સમય બાતમી વાળા gj16 av 4801 પ્રસાર થતા તેની પૂછપરછ કરી ભંગાર ની પાસ પરમીટ કે બિલ વિગેરે માંગતા ડ્રાઈવર ફુલબદન યાદવ દ્વારા સંતોષકારક જવાબ ન આપતા તેની અટક કરી .પોલીસ ને ચોરી કે છળકપટ થી આ ભંગાર ડ્રાઇવરે મેળવ્યો હોય તેવી શંકા હોય તેથી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ ને સોંપવામાં આવ્યા હતા