Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

બામણગામ નજીક આઇશર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાલકને રેસ્કયુ કરાયો…

Share

બામણગામ નજીક આઇશર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાલકને રેસ્કયુ કરાયો…

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ પર આવેલા કરજણના બામણગામ નજીક આઇશર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એક ટ્રક એલએનજી ભરી ને દહેજ થી જઇ રહી હતી ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલા બામણ ગામ પાસે હાઇવે ઉપર આગળ ચાલતી આઇસર ગાડીમાં ટ્રક પાછળથી ઘૂસી જતા ડ્રાઇવર કેબીનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ જાગૃત નાગરિક દ્વારા કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ અને ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો…

Advertisement

:- યાકુબ પટેલ..કરજણ


Share

Related posts

વલસાડ રેલવે ગોદીમાં 100 થી વધુ ઘઉંની બોરીઓ પાણીમાં ભીંજાઈ.

ProudOfGujarat

ગુજરાતમાં પોલીસ વિભાગમાં 538 ASI ને PSI તરીકે અપાયું પ્રમોશન

ProudOfGujarat

એકતા નગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એકમ એસ. ઓ.યુ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!