Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બનવાની ઘટના પ્રથમ હોય શકે છે* *મોરારી બાપુએ પુસ્તક નું વિમોચન કર્યું.*

Share

*ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બનવાની ઘટના પ્રથમ હોય શકે છે* *મોરારી બાપુએ પુસ્તક નું વિમોચન કર્યું.*

ભરૂચ જીલ્લામાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા એ માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની. *શાળાનું પતંગીયું* નામનું પુસ્તક નું વિમોચન સંત મોરારી બાપુ નાં વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા તથા જીલ્લા શિક્ષણાધિકારી સચીન શાહ તથા ડાયટ ભરૂચ પ્રાચાર્યો કવિઓ લેખકો અને કલાકારો એ શુભેચ્છાઓ પાઠવી.

Advertisement

ગુજરાત રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી અચૅના વસાવા માત્ર ૧૩ વષૅ ની ઉંમરે પ્રથમ લેખિકા બની.
= ગુજરાત રાજ્ય ની સરકારી શાળાઓ માં ૮ માં ધોરણ માં ભણતી અચૅના વસાવા લેખિકા બની હોવાની પ્રથમ ઘટના હોય શકે છે. મોરારી બાપુએ પુસ્તક નું વિમોચન કર્યું.
શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા અને જીલ્લા શિક્ષણાધિકારી, ડાયટ ભરૂચ પ્રાચાર્યો, કવિઓ અને શિક્ષકો એ શુભેચ્છાઓ પાઠવી.
ગુજરાત રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળાઓ માં પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે ધોરણ ૮ માં અભ્યાસ કરતી દિકરી અચૅના વસાવા માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની હોવાની પ્રથમ ઘટના છે. વાગલખોડ પ્રાથમિક શાળા નાં આચાર્ય એ વિધાર્થી ને અભ્યાસ કરાવવાની લગન અને નિષ્ઠા એ દિકરી અચૅના વસાવા નેં માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બનવામાં મદદરૂપ થ‌ઇ કથાકાર મોરારી બાપુ ના વરદ હસ્તે પુસ્તક નું વિમોચન કરવામાં સહભાગી બની કતૅવ્ય નિભાવ્યું છે. અને તે પણ સરકારી પ્રાથમિક શાળા
સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી અચૅના વસાવા માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની પુસ્તક નું વિમોચન ધરમપુર ખાંડા ખાતે કથાકાર શ્રી મોરારી બાપુ ની ચાલતી કથા સ્થળે મોરારી બાપુ નાં વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. મોરારી બાપુએ દિકરી ને શાળાના શિક્ષકગણ નેં આશીર્વાદ આપ્યા હતા.
ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકામાં પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા વાર્તા નિર્માણ સ્પર્ધામાં તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો અને શિલ્ટ મેળવ્યા હતા ત્યારે શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિત અને જશુબેન ને દીકરીને વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરી હતી. અને અર્ચના દિકરી એ ૨૦ જેટલી વાર્તાઓ લખી ત્યાર બાદ આ વાર્તાઓ નું પુસ્તક છપાવવામાં આવ્યું. આ પુસ્તક છપાતાં ચિત્રકૂટ એવોર્ડ વિજેતા કાલિદાસ રોહિત ને વિચાર આવ્યો કે મારી શાળા ની દીકરીનું પુસ્તક મોરારીબાપુ ના હાથે વિમોચન થાય. તે માટે તેમણે પૂજ્ય મોરારીબાપુ નો સંપર્ક કરતાં બાપુ એ દીકરીને પુસ્તક વિમોચન કરવાની હાં પાડી અને હાલ ધરમપુર ખાંડા ખાતે મોરારી બાપુની કથા ચાલી રહી છે. જ્યાં શાળા નાં મુખ્ય શિક્ષક દિકરી અચૅના જીતેન્દ્રભાઈ વસાવા અને માતા પિતા સાથે એ સ્થળે પહોંચ્યા હતા. અને વાગલખોડ જેવા ખોબલા જેવડા ગામની દીકરી પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ ના વરદ હસ્તે *શાળાનું પતંગિયું* નામનું પુસ્તક વિમોચન કર્યું હતું. આ સાથે મોરારી બાપુએ વિમોચન કરી અર્ચના તથા શાળાના શિક્ષક કાલિદાસ રોહિત જશુબેન દીકરીના પિતા જીતેન્દ્ર ભાઈ શિક્ષકના પુત્ર મયુરભાઈ ને સાલ ઓઢાડી સન્માનિત કરી પુસ્તક વિમોચન કરી દીકરી અને શિક્ષકોને આશીર્વાદ આપ્યા હતા. અને દીકરીને ખૂબ આગળ વધો આશીર્વાદ મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા. અને જણાવ્યું હતું કે મારા “ચિત્રકૂટ એવોર્ડ” વિજેતા શિક્ષક શ્રી એ સુંદર કામગીરી કરી દીકરીને આગળ લાવ્યા તે બદલ ધન્યવાદ છે.
વાગલખોડ પ્રાથમિક શાળાના આચાર્ય કાલિદાસ રોહિત એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાની
ધોરણ આઠ માં અભ્યાસ કરતી અચૅના વસાવા માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા તરીકે જેનું પ્રથમ પુસ્તક વિમોચન થઈ પ્રકાશિત થયું છે એવો આ પ્રથમ કિસ્સો હશે. આ પુસ્તક છપાવવા માટે કાલિદાસ રોહિત અને જશુબેને જહેમત કરી
તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. આ પુસ્તકને ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા નો અને ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારી સચીનભાઈ શાહ તથા અનેક કવિઓ ડાયટ ભરૂચના પ્રાચાર્ય રેખાબેન તથા ભાભોર સાહેબ અને લેખકો અને આ શિક્ષક દંપતિ કાલિદાસ રોહિત અને જશુબેનને તથા દીકરી અર્ચના વસાવા ને ધન્યવાદ અને શુભેચ્છા પાઠવી હતી. પુસ્તક વિમોચન મોરારી બાપુના હસ્તે થતાં શિક્ષક દંપત્તિ અને દીકરીના પિતા ભાવવિભોર બની હર્ષના આંસુ આવ્યા હતા. આમ ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે ધોરણ ૮ માં અભ્યાસ કરતી માત્ર ૧૩ વર્ષ ની ઉંમરે દીકરી લેખિકા બની શકે છે. તેવું એક ઉત્તમ ઉદાહરણ શાળા નાં શિક્ષક દંપત્તિ એ દિકરી ના પિતા એ પુરૂં પાડ્યું છે.


Share

Related posts

ગોધરા : સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતીથી નિમિત્તે કોવિડ સંક્રમિત દર્દીઓને વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

રાજકોટમાં યુવકે માતાને ઝેર આપી પોતે પણ ઝેરી દવા પી આપઘાત કર્યો

ProudOfGujarat

સુમિત સેઠીએ ગણેશ ચતુર્થી ગીત “જય દેવ 2.0” ની સફળતા પછી નૂરન સિસ્ટર્સનો આભાર માન્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!