ભરૂચ ના માર્ગો પર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા નું શક્તિ પ્રદશન, ઉમટી જન મેદની
-જન આશીર્વાદ યાત્રા માં જોડાયા પંજાબ ના મુખ્ય મંત્રી ભગવંત માન સહિત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ શક્તિ સીંહ ગોહિલ
ભરૂચ લોકસભા બેઠક નો રાજકીય જંગ ચરમસીમા એ પહોંચ્યો છૅ, વિવિધ રાજકીય પક્ષ બેઠક પર પોતાની જીત ના દાવા સાથે રાજકીય યુદ્ધ માં ઝંપલાવી ચૂંટણી ફોર્મ ભરવા ની પક્રિયા પૂર્ણ કરી રહ્યા છૅ, સાથે જ જનતા માં પોતાનું પ્રભાવ ઉભો કરવા શક્તિ પ્રદશનો પણ કરવામાં આવી રહ્યા છૅ,
ગુજરાતમાં લોકસભા ચૂંટણી ની તારીખો જાહેર થાય તે પહેલા થી જ સતત ચર્ચામાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે કાંટે કી ટક્કર જેવો માહોલ જોવા મળી રહ્યો છૅ,જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી છૅ તો બીજી તરફ સામે પક્ષે ઇન્ડિયા ગઠ બંધન તેમજ એમ, આઈ, એમ સહિત બાપ પાર્ટી જેવી રાજકીય પાર્ટીઓ રાજકીય યુદ્ધ માં ઉતરી ચુકી છૅ,
આજ રોજ ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ જન આશીર્વાદ યાત્રા યોજી હતી, ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળેલ આ યાત્રા વિવિધ વિસ્તાર માં ફરી કલેકટર કચેરી સુધી પહોંચી હતી,
આ યાત્રા માં પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ શક્તિ સીંહ ગોહિલ, આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, સહિત આપ અને કોંગ્રેસ ના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા,
ચૈતર વસાવા એ યાત્રા થકી આગામી લોકસભા ચૂંટણી માં ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર તરીકે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ ભરવાની કવાયત શરૂ કરી છૅ, યાત્રા થકી ચૈતર વસાવા એ ભરૂચ ના માર્ગો પર શક્તિ પ્રદશન કર્યું હોવાનું પણ કહેવાય રહ્યું છૅ, ડી, જે ના તાલ વચ્ચે નીકળેલ આ યાત્રા માં મોટી સંખ્યામાં ચૈતર વસાવા અને ઇન્ડિયા ગઠ બંધન ના સમર્થકો ઉમટી પડ્યા હતા,