ભર ઉનાળા વચ્ચે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં સર્જાતી લૉ વોલ્ટેજ અને વીજ કાપ ની સમસ્યા બાબતે જીઈબી ખાતે આગેવાનોની રજુઆત
ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર માં છેલ્લા કેટલાક સમય થી અનેક વિસ્તાર માં વીજ પુરવઠા ને લઈ સમસ્યાઓ નો સામનો સ્થાનિકો કરતા હોવાની બૂમરાણ ઉઠવા પામી છૅ, છાશવારે લૉ વોલ્ટેજ અને વીજ કાપ ની સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છૅ,
એક તરફ જ્યાં જિલ્લા માં તાપમાન નો પારો સતત ઊંચો નોંધાઈ રહ્યો છૅ, ત્યાં બીજી તરફ વીજ કંપની તરફ થી આપવા માં આવતા વીજ પુરવઠા માં પણ સમસ્યા ઑ ઉત્પન્ન થતી હોય લોકો માં જીઈબી પ્રત્યે નારાજગી છવાઈ જવા પામી છૅ,
આજ રોજ ભરૂચ નગર પાલિકા ના વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયેદ સહિત વોર્ડ નંબર એક ના કાઉન્સિલર સલીમ ભાઇ અમદાવાદી ની ઉપસ્થિતી માં સ્થાનિક આગેવાનોએ પાંચબત્તી સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની કચેરી એ મામલે રજુઆતો કરી હતી,તેમજ પ્રજા ને ભર ઉનાળા માં વેઠવી પડતી તકલીફો માંથી છુટકારો આપવા અંગેની માંગ કરી હતી