ભરૂચ ની આસપાસના જીઆઇડીસી વિસ્તારોમાં કોમ્બિંગ કામગીરી દરમિયાન છ હજારથી વધુ લોકોને દંડ ફટકારતી જિલ્લા પોલીસ
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા સમગ્ર જિલ્લામાં જળવાઈ રહે તે માટે અંકલેશ્વર જંબુસર દહેજ ઝઘડિયા પાનેલી સહિતના જીઆઇડીસી વિસ્તારોમાં પોલીસ ચેકપોસ્ટ બનાવી કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમ બનાવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે તથા વાહન ચેકિંગ કરી સ્પેશિયલ ઓપરેશન કોડ સહિતની વિવિધ પોલીસ ટુકડીઓ તૈયાર કરી કામગીરી યોજાઈ હતી જેમાં 5000 થી વધુ આસામીઓ પાસેથી સ્થળ પર જ દંડની વસુલાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેમજ અંદાજિત 1000 થી વધુ લોકો પાસેથી ગોડાઉન એન્ડ વેરહાઉસ મોટર વ્હીકલ એક્ટ પ્રોહિબિશન એક્ટ જીપીએટ સીઆરપીસી એક્ટ સહિતના ભરૂચની આસપાસના વિસ્તારમાં 6,000 થી વધુ લોકો પાસેથી પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો