Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા નો જંગ,છ ટર્મ ના સાંસદ ની સંપત્તિ માં આવ્યો ઉંછાળો,જાણો કેટલી સંપતી છૅ મનસુખ વસાવા પાસે

Share

ભરૂચ લોકસભા નો જંગ,છ ટર્મ ના સાંસદ ની સંપત્તિ માં આવ્યો ઉંછાળો,જાણો કેટલી સંપતી છૅ મનસુખ વસાવા પાસે

-ભરૂચ લોકસભા બેઠક ના સાતમી ટર્મ માટે ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા ની સંપતિ માં વધારો

Advertisement

જંગમ મિલકતમાં 2.28 લાખ અને સ્થાવરમાં 76.70 લાખનો વધારો
પત્નીની જંગમ મિલકત પણ 41.46 લાખ વધી
ભાજપના 2024 ના ઉમેદવાર પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી અને એક ઇનોવા કાર
પત્ની પાસે એક સ્કોર્પિયો કાર, 35 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી
મનસુખભાઇને કાર લોનનું 2.04 લાખ અને પત્નીને 9 લાખનું દેવું

ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી ટર્મ માટે ઉમેદવારી કરનારા ભાજપના મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે.

2019ની ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 68.35 લાખ દર્શાવી હતી. 2024માં તેમની સંપત્તિ વધીને 1.28 કરોડ પર પહોંચી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખ વસાવાએ 7મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે. 2019થી 2024ના સમયગાળામાં તેમની કુલ સંપતિમાં 78.98 લાખનો વધારો થયો છે.

2019માં મનસુખ વસાવાની જંગમ સંપતિ 30,96,044 રૂપિયા અને સ્થાવર સંપત્તિ 20,50,000 રૂપિયા હતી. તેમના પત્નીની જંગમ સંપતિ 16,89,913 રૂપિયા હતી.

પાંચ વર્ષના સમયગાળામાં મનસુખ વસાવાની જંગમ સંપતિમાં 2.28 લાખનો વધારો થયો છે જયારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં 41.46 લાખનો વધારો થયો છે.

મનસુખ વસાવા પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી, પત્ની સરસ્વતીબેન પાસે 35 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી છે. વાહનોમાં તેઓ પાસે એક ઇનોવા જ્યારે પત્ની પાસે સ્કોર્પિયો છે. કાર લોનમાં તેઓનું દેવું 2.04 લાખ અને પત્નીનું 9 લાખનું દેવું છે.

સોંગદનામાં મુજબ મનસુખભાઈની ઉંમર 66 વર્ષ અને તેઓ બી.એ. MSW થેયેલા છે. ગત ટર્મ સુધી તેઓ અને પત્ની ખેતીની આવક ધરાવતા હતા. પણ આ વખતના સોંગદનામાં તેનો ઉલ્લેખ કરાયો નથી.

વર્ષ 2022 અને 23 માં તેઓએ રૂપિયા 12.35 લાખનું રીટર્ન ભર્યું છે અને પત્નીનું રીટર્ન 4.14 લાખ બતાવ્યું છે. તેઓને એક પણ રૂપિયાનું સરકારી દેવું નથી. કે કોઈ પોલીસ કે કોર્ટ કેસ નથી.

મનસુખ વસાવાની છેલ્લા 5 ટર્મની સ્થાવર અને જંગમ મિલકતો

વર્ષ 2004

જંગમ મિલકત ₹48,619, સ્થાવર ₹13,01,000
– પત્નીના નામે જંગમ મિલકત ₹ 1,44,000

વર્ષ 2009

જંગમ મિલ્કત ₹5,31,000 સ્થાવર ₹16,00,000
પત્નીની જંગમ મિલકત ₹3,70,000

વર્ષ 2014

જંગમ મિલકત ₹26,87,877
સ્થાવર સંપત્તિ ₹20,50,000 પત્નીના નામે જંગમ મિલકત ₹18,33,185

વર્ષ 2019

જંગમ ₹30,96,044
સ્થાવર ₹20,50,000
પત્નીની જંગમ સંપત્તિ ₹16,89,957

વર્ષ 2024

મનસુખ વસાવા
જંગમ મિલકત ₹33.24 લાખ
સ્થાવર મિલકત ₹97.20 લાખ
પત્ની સરસ્વતીબેનની જંગમ સંપતિ ₹58.35 લાખ


Share

Related posts

રાજપીપળા જીલ્લા જેલમાં બંદીવાનો કર્મચારીઓ માટે યોગ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચનાં મકતમપુર ગામે રહેતી આઠ વર્ષીય સોફિયા મશહદી એ રમઝાન માસનાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી.

ProudOfGujarat

ભરૂચનાં ઝનોર ગામે કપિરાજે 3 લોકોને બચકાં ભરતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!