નર્મદા જિલ્લા ના નવા રાજુવાડિયા ગામની સીમમાં સોલાર પાર્ક પ્લાન્ટ માં થયેલ ચોરી માં સંડોવાયેલ બે આરોપીઓ ને એક લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ
ભરૂચ જિલ્લા ના રાજપારડી પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ સારસા ગામ પાસે ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન સ્કૂટી ઉપર બે ઈસમો એક પ્લાના થેલા માં શંકાસ્પદ કોપર વાયર ભરી પસાર થતા હોય જેઓને ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓએ રોકી તેઓ પાસે રહેલ માલ સામાન્ અંગેની પૂછ પરછ હાથધરી હતી,
ક્રાઇમ બ્રાંચ ની પૂછ પરછ માં બંને ઈસમોએ કોઇ સંતોષકારક જવાબ ન આપ્યો હતો, જે બાદ બંને ઈસમો ભાંગી પડેલા અને તેઓએ નર્મદા જિલ્લા ના નવા રાજુવાડિયા ગામની સીમમાં આવેલ સોલાર પાર્ક પ્લાન્ટ માંથી સોલાર પેનલ માં લગાવેલ સપ્લાયર વાયરો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી,
સમગ્ર મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા રોહિત ભાઇ રાજેશ ભાઇ વસાવા રહે, કાલીયા પરા ગામ, ઝઘડિયા ભરૂચ તેમજ અંકિત કુમાર રાજેશ ભાઇ વસાવા રહે, વિરપોર,નાંદોડ નર્મદા નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કોપર વાયર નો જથ્થો સહિત સ્કૂટી અને મોબાઈલ મળી કુલ 1 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી