નકલી નોટો છપાતી હોવાની વિગત સપાટી પર …
ભરૂચ પોલીસ તંત્રના સ્પેશીયલ ઓપરેશન ગૃપ દ્વારા રાત્રીના સમયે નેત્રંગ તાલુકાના ફોકડી ગામે છાપો મારી નકલી ચલણી નોટો છાપવાનો કૌભાંડનો પર્દાફાસ કરાયો હતો. આ રેડ દરમ્યાન લાખો રૂપિયાની અસલી અને નકલી નોટો ઉપરાંત ૪ રિવોલ્વર અને ૮ કારતુસ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠયું હતુ. દેશના અર્થતંત્રને ખોખલુ બનાવવા માટે નકલી ચલણી નોટો નો કૌભાંડ કરવામાં આવી રહ્યુ હતું. જ્યા નશીલા દ્ર્વ્યની હેરા-ફેરી તેમજ શસ્ત્રોની હેરાફેરીના બનાવોમાં ભરૂચ જીલ્લાની સંડોવણી જણાય છે. ત્યા નકલી નોટો છાપવાના કૌભાડમાં પણ ભરૂચ જીલ્લાની સંડોવણી જણાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી એ કોકડી ગામે નકલી નોટો છાપવાનું કૌભાંડ ચાલતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસ.ઓ.જી ના પી.આઈ. પી.એન.પટેલે એસ.ઓ.જી ટીમ સાથે મોડી રાત્રીના સમયે નેત્રંગ તાલુકાના ફોકડી ગામે રેડ કરી હતી. જ્યા એક મકાન માંથી નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયુ હતું. એસ.ઓ.જી ટીમે માકાનની તલાસી લેતા રૂપિયા ૧૭,૩૬,૭૦૦/- ની રૂપિયા ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ ની નકલી ચલણી નોટો અને રૂપિયા ૧,૧૦,૦૦૦/- ની અસલી ચલણી નોટો મળી આવી હતી. એટલુજ નહિ ઘરમાંથી ૪ રિવોલ્વર અને ૮ કરતુસ મળી આવ્યા હતાં. પોલીસે નકલી નોટો છાપવાના પ્રિન્ટરો અને કમ્પુટર સહિતના સાધનો કબ્જે લઈ અટક કરેલ છે. આ બનાવ અંગે કાકા ભત્રીજા એવા અશોક ધનજી મકવાણા અને જીગર મુકેશ મકવાણાની પોલીસે અટક કરેલ છે. પોલીસ સુત્રોમાથી મળતી માહીતી મુજબ આ બંન્ને આરોપીઓનો ભુતકાળ ખુબજ ગુનાહીત છે. બોટાદ.,સુરત જેવા જીલ્લાઓમાં આ આરોપીઓ ઉપર ગુના દાખલ થયેલ છે. ભુતકાળમાં કરેલ ગુના માં પેરોલ જમ્પ કરી ચુક્યો છે. પોલીસ ખુબજ જીવણવટ ભરી તપાસ હાથ ધરી છે. આ ગુનામાં બીજા અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. તે સપાટી પર લાવવા ના પ્રયાસો પોલીસે આરંભી દીધી છે. સદર કામગીરી માં પો.કો ભાવસીગભાઈની ૧૦ દિવસની મેહનત રંગ લાવી.