Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર નું આવતી કાલે ભરૂચ ના માર્ગો પર શક્તિ પ્રદશન,પંજાબ ના મુખ્ય મંત્રી સહિત ના દિગ્ગજો ચૈતર વસાવા સાથે દિગ્ગજનેતાઓ હાજરી આપશે

Share

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર નું આવતી કાલે ભરૂચ ના માર્ગો પર શક્તિ પ્રદશન,પંજાબ ના મુખ્ય મંત્રી સહિત ના દિગ્ગજો ચૈતર વસાવા સાથે જોડાશે

ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છૅ, તેમ તેમ બેઠક પરનો રાજકીય જંગ રસપ્રદ બનતો જઈ રહ્યો છૅ, ગત રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા એ શહેર ના શક્તિ નાથ સર્કલ થી વિશાળ જન મેદની સાથે શક્તિ પ્રદશન યોજી પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી,

Advertisement

તો હવે સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધન થકી ઉમેદવારી કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તારીખ 17 એપ્રિલ 2024 ના રોજ ભરૂચ ના માર્ગો પર શક્તિ પ્રદશન યોજી પોતાની શક્તિ પ્રદર્શન કરતા કલેકટર કચેરી સુધી જવાનાં છૅ,

ભરૂચ બેઠક પર જામેલા ખરા ખરી ના રાજકીય જંગ ના માહોલ માં હવે રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશ ના નેતાઓ પણ અંગત રસ લઈ રહ્યા છૅ, અને પોતાની પાર્ટીના ઉમેદવાર ને મજબૂતાઈ સાથે ચૂંટણી જંગ માં આગળ વધવા અંગે ના માર્ગદર્શન આપવા ભરૂચ માં ધામા નાંખવા તરફ જઈ રહ્યા છૅ,

કહેવાય છૅ કે આવતી કાલે ભરૂચ જિલ્લા ના વિવિધ તાલુકા પથક ખાતેથી ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા વિશાળ જન મેદની સાથે યાત્રા કરી ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચશે, જ્યાં તેઓની સાથે પંજાબ ના મુખ્ય મંત્રી ભગવંત માન સહિત કોંગ્રેસ અને આપ ના દિગ્ગજ નેતાઓ જોડાશે, અને ત્યાર બાદ તેઓ ભરૂચ ના માર્ગો પર શક્તિ પ્રદશન કરી કલેકટર કચેરી ખાત જવા રવાના થશે, તેમ જાણવા મળ્યું છૅ,

આમ ભરૂચ લોકસભા બેઠક પર નો રાજકીય જંગ તેની ચરમસીમા એ પહોંચ્યો છૅ, અને જામેલા રાજકીય યુદ્ધ માં એક બીજા ને નીચા બતાદવા માટે રાજકીય જંગ માં સેનાપતિ બનેલા નેતાઓ શક્તિ પ્રદશનો કરી મતદારો મા પોતાનું આકર્ષણ ઉભા કરવાના તમામ પ્રયત્નો માં લાગી ગયા હોવાનું માનવા માં આવી રહ્યું છૅ,


Share

Related posts

અફઘાન સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું છતાં નિર્દયી તાલિબાનોએ 22 કમાન્ડોને ગોળીઓથી વીંધી નાંખ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરની ખાનગી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

વલસાડ : ખેરગામમાં કર્મકાંડી બ્રાહ્મણોને અનાજ કીટનું વિતરણ , વેકસીન લેવી જ જોઈએ ‘જનજાગૃતિ અભિયાન’ નો આરંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!