Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા એ શક્તિ પ્રદશન કરી પોતાની ઉમેદવારી નોંધાવી, ફોર્મ જમા કરાવવા પહેલા પરસેવા છૂટ્યા, મોઢું લૂછી પહોંચ્યા અધિકારી સમક્ષ

Share

ભરૂચ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા એ શક્તિ પ્રદશન કરી પોતાની ઉમેદવારી નોંધાવી, ફોર્મ જમા કરાવવા પહેલા પરસેવા છૂટ્યા, મોઢું લૂછી પહોંચ્યા અધિકારી સમક્ષ

ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ હવે આખરી તબક્કા માં છૅ, વિવિધ રાજકીય પક્ષો આ બેઠક પર જીત ના દાવા કરી રહી છૅ, તેવામાં હવે ચૂંટણી પક્રિયા ની પણ શરૂઆત થઈ ચુકી છૅ, ત્યારે સતત છ ટર્મ થી ભરૂચ ના સાંસદ રહેલા મનસુખભાઇ વસાવા એ આજે સાત મી વખત લોકસભા ના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી સત્તા વારરીતે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી,

Advertisement

ભરૂચ ના શક્તિ નાથ વિસ્તાર ના ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં સમર્થકો ભેગા કરી મનસુખ વસાવા એ સભાં યોજ્યા બાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ની પોતાની ઉમેદવારી નોંધાવી હતી,

મહત્વ નું છૅ કે સભા અને રેલી બાદ ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચતા પહેલા મનસુખ વસાવા પરસેવે રેબજેબ થઈ ગયા હતા, તેમજ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી પત્ર આપે એ પહેલા તો તેઓની કેબીન ની બાહર રૂમાલ થકી પોતાનું મોઢું લૂંછતા નજરે પડ્યા હતા, જે બાબત પણ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી,

ઉમેદવારી પત્ર નોંધાવ્યા બાદ ભાજપ ના ભરૂચ બેઠક ના ઉમેદવાર મનુસખ વસાવા એ પોતાની જીત અંગેનો દાવો કર્યો હતો, સાથે જ જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર દેશ માં સત્તા ના સુકાન પર આવશે તેમ તેઓએ હુંકાર કર્યો હતો,


Share

Related posts

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ પંથકમાં વેપારી એસોસિયેશન દ્વારા ગુનાખોરીની વારદાતોમાં થયેલા નોંધપાત્ર વધારા સામે બંધનું એલાન અપાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત સિનિયર સિટીજનો માટે વિવિધ સાત જેટલી રમત સ્પર્ધા યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!