Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં- ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ

Share

ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં- ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ

****
સાઈકલ રેલી કરીને શહેરીજનોને મતદાન કરવા જાગૃત કરાયા
***
ભરૂચ – રવિવાર – સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી સવારે 0૬.00 કલાકે આયોજિત થઈ હતી.
ભરૂચ પ્રાંત અધિકારીશ્રી મનિષા મનાણી, ભરૂચ મામલતદારશ્રી માધવીબેન મિસ્રી, સિનિયર કોચ રાજન સિંહ, ડૉ. દીવ્યેશ પરમાર, ભરૂચ શહેર મામલતદારશ્રી વગેરેએ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સાઈકલ સવાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ રેલીમાં જોડાયા હતા.
આ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ પાંચબત્તી, રેલ્વે સ્ટેશન, કસક સર્કલ, શીતલ સર્કલ, તુલસીધામ સાંઈમંદિર થઈ, એસ.વી.એમ. સ્કૂલ, કોલેજ રોડ, ભોલાવ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ સર્કલ થઈ માતરીયા તળાવ પર પૂર્ણ થઈ હતી. આ રેલીમાં અંદાજિત ૪૦૦થી પણ વધારો લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાઈકલ રેલીમાં મતદાન જાગૃતિના બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનો સુધી આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અને પ્રજાજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા ગ્રામિણ શ્રમિકોની કફોડી હાલત.

ProudOfGujarat

પાનોલી: જી.આઈ.ડી.સી ની જી.આર.ડી.ડાયનામિક કંપનીના કોન્ટ્રાકટરે કામદારોને બે મહિનાથી પગાર નહી ચુકવતા કામદારોની હાલત કફોડી…

ProudOfGujarat

માનવતાનું ઉદાહરણ : વલસાડના યુવાને લોક સેવા માટે કેરીનો વેપાર કરી રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!