ભરૂચ ના ચાવજ ખાતે રાજકીય પાર્ટીઓ ને પ્રચાર માટે લાગ્યા પ્રવેશબંધી ના બેનર, કહ્યું ગટર સહિત ની પ્રાથમિક સુવિધાઓ આપો
લોકસભા ચૂંટણી 2024 ના મતદાન ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છૅ તેમ તેમ લોકો માં એક તરફ મતદાન માટે ઉત્સુકતા જોવા મળી રહી છૅ, તો બીજી તરફ એવા પણ મતદારો છૅ જેઓ રાજકીય પાર્ટી ના આગેવાનો થી નારાજ થઈ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારી રહ્યા છૅ,
ભરૂચ જિલ્લા માં પણ લોકસભા બેઠક પરનો ચૂંટણી નો જંગ બરાબર નો જામ્યો છૅ, પરંતુ આ બધા વચ્ચે કેટલાય એવા વિસ્તારો સામે આવી રહ્યા છૅ, જ્યાં ચૂંટણી બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી રહી છૅ, જેમાં ભરૂચ ના ચાવજ નજીક આવેલ સોસાયટી વિસ્તારનો પણ હવે સમાવેશ થયો છૅ,
ચાવજ ગામ નજીક આવેલ સોસાયટી વિસ્તાર ના લોકોએ પોતાની સોસાયટી વિસ્તાર માં રાજકીય પક્ષ ના નેતાઓ માટે ચૂંટણી પ્રચાર અંગે પ્રવેશ બંધી ફરમાવતા બેનેરો લગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છૅ, તેમજ ચૂંટણી બહિષ્કાર અંગેની ચીમકી પણ ઉચ્ચારી છૅ,
સ્થાનિકો નું કહેવું છૅ કે તેઓના વિસ્તાર માં કેટલાય સમય થી ગટર સહિત ની પ્રાથમિક સુવિધાઓ અંગેની કામગીરી ઉપર કોઇ પણ નેતાઓ ધ્યાન આપતાં નથી, જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છૅ,
અનેક વાર કેટલાય રાજકીય આગેવાનોને મામલે જાણ કરવામાં આવી છૅ, છતાં આ વિસ્તાર માં કામો ન થતા હોય આખરે પ્રજા નો આક્રોશ આગામી ચૂંટણી ઓને લઈ સામે આવી રહ્યા છૅ, જેને પગલે હવે લોકોએ બેનરો મારી આ વિસ્તાર માં રાજકીય પાર્ટી ના આગેવાનો ને પ્રચાર કરવા ન આવવા માટેનું ફરમાન જાહેર કર્યું છૅ,