Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ડો.ભીમરાવ આંબેડકર ની 133મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ માં યોજાયા વિવિધ કાર્યક્રમો,પ્રતિમાને ફુલહાર તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

Share

ડો.ભીમરાવ આંબેડકર ની 133મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ માં યોજાયા વિવિધ કાર્યક્રમો,પ્રતિમાને ફુલહાર તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભારત દેશના બંધારણના ઘડવૈયા, વિશ્વવિભૂતિ ,મહિલાઓના મુક્તિદાતા એવા ડો.ભીમરાવ આંબેડકર ની 133મી જન્મ જયંતી નિમિત્તે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાબા સાહેબ ની પ્રતિમાને ફુલહાર તેમજ શ્રદ્ધાસુમન અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .ઉપસ્થિત સંસ્થાના તમામ બહેનો તેમજ ભાઈઓએ બાબાસાહેબના કાર્યો તેમજ મહિલા ઉત્થાનના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી .આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા ,ઈશા મેવાડા ,વૈશાલી ચંદેલ ,અમિતા રાણા , હિતેશ મેવાડા,જશોદાબેન પ્રજાપતિ ,ચંદ્રિકાબેન પરમાર ,છાયાબેન પંડ્યા ,શીતલ વસાવા, ચંદ્રિકા મોરિયા ,મનોજ ગડેરીયા શૈલેષ પરમાર વગેરે ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના યુવાને મેળવ્યો બ્રોન્ઝ મેડલ..!!

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1163 પર પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારૂતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!