ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આદર્શ ઉદાહરણરૂપ મતદાનમથકનું ઉદ્ધાટન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા*
***
*મોડેલ પોલિંગ બૂથ મતદારોને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો અનોખો અહેસાસ કરાવશે*
***
ભરૂચ:શનિવાર: ભરૂચ જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીતંત્ર તડામાર કામગીરી કરી રહ્યું છે. કલેક્ટર કચેરી ખાતે આદર્શ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું છે. આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ સાથે મતદારોમાં મતદાન માટે ઉત્સાહ વધારવા જિલ્લા ચૂંટણીતંત્ર વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં આદર્શ પોલિંગ બુથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથક બનાવામાં આવ્યું છે. આ મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈને પણ સામેથી પોતાનો કિંમતી મત આપવા આવવાનું મન થઈ આવે ! જેમાં મતદારની જરૂરીયાતને ધ્યાને લઈ સુવિધાઓ ઉભી કરાઈ છે. આ મતદાન મથક સુશોભિત અને નમૂનારૂપ બનશે. જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.