ભરૂચ ભોલાવ ની જલધારા સોસાયટી ના મકાન માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી પોલીસ
-ધોળી કુઇ નો જીતુ ખત્રી પોલીસ ચોપડે ભાગેડુ જાહેર
-બુટલેગરો નો નવો બાદશાહ બનવા તરફ જતો જીતુ ખત્રી
ભરૂચ જિલ્લા માં નશાનો વેપલો ધમ ધમાવટા અને કાયદાનો ખૌફ ભૂલી જનારા બુટલેગરો સામે પોલીસ વિભાગે લાલ આંખ કરી છૅ, ગાંધી ના ગુજરાતમાં નશાના વેપલા ની નદીઓ બિન્દાસ ધમધમાવતા તત્વો ને હવે જેલ ભેગા કરવા માટે જિલ્લા પોલીસ ની ટિમો કામે લાગી છૅ,
ભરૂચ ના ભોલાવ વિસ્તારમાં આવેલ જલ ધારા સોસાયટી ખાતેના એક મકાન માં બાતમીના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ની ટીમે દરોડા પાડ્યા હતા,પોલીસ ના દરોડા દરમ્યાન મકાન ના અંદર ના ભાગેથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની કાચની બોટલો મળી આવી હતી,
જે બાદ પોલીસે મામલે ઉમેશ ઉર્ફે કૃપેશ શંકરભાઇ કહાર રહે, જલધારા સોસાયટી, ભોલાવ ભરૂચ નાની ધરપકડ કરી મામલે જીતુભાઇ ખત્રી રહે, ધોળીકુઇ બજાર ભરૂચ નામના બુટલેગર ને વોન્ટેડ જાહેર કરી કુલ 26 હજાર ઉપરાંત નો મુદ્દામાલ નો કબ્જો મેળવી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી,
અત્રે ઉલ્લેખનિય છૅ કે ભરૂચ શહેર માં નશાનો વેપલો ખાસ કરી મધ્ય ભરૂચ ના વિસ્તારમાં જીતુ ખત્રી નામક બુટલેગર વિકસાવી રહ્યો છૅ, કાયદા ના અને પોલીસ ના ખૌફ વિના આ બુટલેગર પોતાની ગાડી થતી વિદેશી દારૂ સપ્લાય કરતો હોવાની ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છૅ,
લોકસભા ની ચૂંટણીઓ ટાણે પણ આ બુટલેગર પોતાના નાપાક મનસુબા પાર પાડવા માટે શહેર માં નશાનો વેપલો સપ્લાય કરતો હતો, પરંતુ ભરૂચ પોલીસ ની સતર્કતા ના કારણે આ બુટલેગર ની કરતૂતો નો આખરે અંત આવ્યો છૅ, અને આખરે પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર થયો છૅ,
-બોક્સ -ભરૂચ ના ધોળીકુઇ માં રહેતો અને સતત કોર્ટ કચેરીઓના ધક્કા ખાતો બુટલેગર જીતુ ખત્રી હમ નહિ સુધરેંગે જેવી નીતિ સાથે શહેર માં નશાનો વેપલો વિકસાવી રહ્યો છૅ, કહેવાય છૅ કે આ બુટલેગર રેલવે માર્ગે વિદેશી દારૂને ભરૂચ માં લાવે છૅ, જે બાદ કેટલાય બુટલેગરો સુધી આ જથ્થો વેચાણ કરતો હોય છૅ, જે બાબતે અનેક વાર તે જેલ ની હવા પણ ખાઇ ચુક્યો છૅ,
બોક્સ -સમગ્ર ઘટના ક્રમ માં વોન્ટેડ એવો બુટલેગર જીતુ ખત્રી પર અનેક કેસો ચાલી રહ્યા હોવાનું પણ કહેવાય છૅ, જેમાં ચેક રિટર્ન સહિત પ્રોહીબીશન ના કેસો નો સમાવેશ થાય છૅ, આ બુટલેગર સરળતા થી અન્ય નાના મોટા નશાનો વેપલો કરતા બુટલેગરો સુધી પોતાનો માલ પહોંચાડતો હોવાથી શહેર માં નશાનો વેપલો કરતા તત્વો માં તેનું નામ આજ કાલે વિકસિત બનતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છૅ,