ભરૂચ તાલુકાના જુના નંદાદેવી મંદિરે બાળ સ્વરૂપ માતાજીએ કંકુના પગલા પાડતા દર્શનાથે મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા
ભરૂચ તાલુકાના નાંદ ગામ ખાતે જુના નંદાદેવી માતાજી નું મંદિર આવેલું છૅ, આ મંદિર ખાતે બાળ સ્વરૂપમાં માતાજીએ કંકુ ના પગલાં પાડ્યા હોવાની ચમત્કારિક ઘટના બાદ થી દર્શનાથે હજારો શ્રદ્ધાણુઓ ઉમટી પડ્યા હતા,
નાંદ ગ્રામ પંચાયત તરફ થી બાહર પાડવામાં આવેલ એક અખબારી યાદી મુજબ હાલ ચૈત નવરાત્રી ચાલતી હોય ત્રીજા નોરતે ગામ ના વિક્રમસીંહ સોલંકી નંદા દેવી ના મંદિર ખાતે એકલા તેઓના નિત્ય ક્રમ મુજબ મંદિરે દિવા બત્તી કરવા માટે ગયા હતા દરમ્યાન તેઓને પાછળ ના ભાગે થી ખબા ઉપર બે ટપલીઓ વાગે છૅ, જે બાદ તેઓ પાછળ ફરી ને જુએ છૅ તો પાછળ ના ભાગે કંકુ ના પગલાં પડેલા હોવાનું નજરે પડે છૅ,
ઘટના ક્રમ અંગેની વાત વાયુ વેર્ગે નાંદ ગામ માં ફેલાતા જોત જોતામાં હજારો ની સંખ્યામાં લોકો મંદિર ખાતે દર્શનાથે પહોંચી જાયઃ છૅ, આ પ્રકારની ચમત્કારિક ઘટના બાદ નાંદ ગ્રામ પંચાયતે સમગ્ર ઘટના ક્રમ અંગેની માહિતી લોકો સમક્ષ મૂકી હતી