Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પગપાળા સંઘને ભરૂચ નજીક અકસ્માત નડ્યો,એક નું મોત ત્રણ ઘાયલ

Share

પગપાળા સંઘને ભરૂચ નજીક અકસ્માત નડ્યો,એક નું મોત ત્રણ ઘાયલ

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

Advertisement

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અસુરિયા પાટીયા પાસે આજરોજ સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી. નવસારીના ગડત ગામનો 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતો આ દરમિયાન અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે સંઘને અડફેટે લીધો હતો જેમાં 5 જેટલા પદયાત્રીઓને ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે 39 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગામ પંચાયત સાહોલ ખાતે 78માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ગોધરા-જિલ્લાના મૂક-બધિર દિવ્યાંગ બાળકોને લેટેસ્ટ ટેકનોલોજી વાળા ‘વી-હિયર એન.યુ’ ડીવાઇસ વિતરણનો કાર્યક્રમ ‘ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય ખાતે યોજાયો

ProudOfGujarat

19 અને 24 ઓગષ્ટે રાજકોટમાં પાણીકાપની જાહેરાત-શહેરના પશ્ચિમ વિસ્તારના ઘણાં વોર્ડમાં નહિ આવે પાણી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!