Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શહેર ની નારાયણ રેસીડેન્સી સોસાયટી પાસેથી હજારો ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

Share

ભરૂચ શહેર ની નારાયણ રેસીડેન્સી સોસાયટી પાસેથી હજારો ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ભરૂચ જિલ્લા માં નશાનો વેપલો ધમ ધમાવટા તત્વો સામે પોલીસ વિભાગ સતત એક્શન લઈ રહી છૅ, જિલ્લા માં અનેક સ્થળે દરોડા પાડી કેટલાય બુટલેગરો ને જેલ ના સળીયા ગણતા કર્યા છૅ, તેવામાં એ ડીવીઝન ના પીઆઇ ગદારીયા ને મોટી સફળતા હાસિલ થઈ હતી,

Advertisement

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે શ્રવણ ચોકડી થી ગેલ ટાઉનશીપ જવાના માર્ગ પર થી થેલી લઈ ઉભેલા બે ઈસમો ને ઝડપી પાડી તેઓની તલાસી લીધી હતી, દરમ્યાન થેલી માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની 11 નંગ બોટલો મળી આવી હતી,ઉલ્લેખનીય છે કે જાહેરમાં દારૂ વેંચતા બુટલેગર ને ઝડપ થી પકડી પડાય પરંતુ છુપા બુટલેગર ને પકડવા એક પડકાર સમાન હોય છે તેમા પીઆઇ ગદારીયા અને તેમનો સ્ટાફ સફળ રહ્યો

પોલીસે મામલે કુલદિપ કાલિદાસ સીધીવાલા રહે, નારાયણ રેસીડેન્સી ભરૂચ તેમજ રૂપેશભાઈ રમાકંત શંખેત રહે, તુલસી હોમ્સ, શ્રવણ ચોકડી ભરૂચ નાઓની ધરપકડ કરી કુલ 42 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ત્રણ ગાબડા પડતા ખેતરોમાં પાણી કરી વળ્યાં

ProudOfGujarat

માંગરોળ : વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલમાં ઓનલાઈન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

આજે વિશ્વ મહિલા દિવસ : ભરૂચ સહિત રાજ્યમાં મહિલા શક્તિ સેના અને આંગણવાડી સંગઠનો દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયા…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!