Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ માં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી, ઈદ ગાહ ખાતે અદા કરાઈ ઈદ ની વિશેષ નમાજ

Share

ભરૂચ માં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી, ઈદ ગાહ ખાતે અદા કરાઈ ઈદ ની વિશેષ નમાજ

ઈદની ઉજવણીની શરૂઆત ઈદની નમાઝ સાથે થાય છે. ભરૂચમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરવા એકત્રિત થયા હતા. ઈદ નફરત ભૂલી પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે. આ અવસરે લોકો તેમની દ્વિધા દૂર કરે છે અને એકબીજાને ખુશીથી ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે.

Advertisement

તારીખ 11 એપ્રિલ 2024ના રોજ રમઝાનનો છેલ્લો અલવિદા રોઝા પણ રાખવામાં આવ્યો હતો. ઈફતાર બાદ ઈદનો ચાંદ નજરે પડતા આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી છે. ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી જાય છે અને ઘરઆંગણે પણ ઈદની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ જાય છે. ઈદના દિવસે લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જાય છેઅને નમાઝ અદા કરે છે અને અલ્લાહને શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરે છે. દેશના વિવિધ ભાગોમાં આવેલી મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવે છે. મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા ભરૂચમાં પણ ઇદગાહ મેદાન ખાતે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.


Share

Related posts

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વરાછાનો સારવાર માટે આવેલો શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો.

ProudOfGujarat

ખુબ જ દુઃખદ બાબત… ગુજરાતમાંથી દરરોજ થઇ રહી છે ૧૮ મહિલા ગાયબ… સૌથી વધુ અમદાવાદમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!