ભરૂચ સબજેલ માં નયન ઉર્ફે બોબડો ધોવાયો- કેદીઑ વચ્ચે મારામારી માં થયો બોબડા પર હુમલો,પોલીસે વધુ તપાસ હાથધરી
ભરૂચ સબજેલમાં ડ્રગ્સ, રેપ, સોપારી કિલર ગેંગના 7 આરોપીઓનો નયન બોબડા પર હુમલો, જાણો કોણ છે ?
બપોરે જેલબંધી ખોલવાની કાર્યવાહી વેળા હુમલાની ઘટના
હુમલાખોરોએ આખી જેલને બાનમાં લઇ સર્જેલી અરાજકતા
ગુજરાત પોલીસ જાસૂસીકાંડના આરોપી નામચીન બુટલેગર બોબડા પર જેલમાં હુમલાની ઘટનાથી ચકચાર
ગુજરાત પોલીસ જાસૂસીકાંડમાં 11 મહિને પોલીસની પકડમાં આવેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં 7 આરોપીઓના હુમલાની ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબજેલને ડ્રગ્સ, રેપ, આંતરરાજ્ય ATM અને સોપારી કિલિંગ ગેંગના 7 આરોપીઓએ બાનમાં લીધી હતી.
બપોરે 3 વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક 4 અને 8 માં રહેલા 7 આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો.
જેલમાં હુમલાને લઈ અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. બેરેક નંબર એકમાં રહેલા અન્ય બે હિન્દૂ કેદીઓએ નયન બોબડાને માર મારતા અન્ય 7 લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો.
બેરેકથી મારથી બચવા નયન દોડતો દોડતો સબ્જેલના મુખ્ય ગેટ સુધી પોહચી ગયો હતો. બન્ને ઇન્ચાર્જ જેલર, સ્ટાફની મદદથી હુમલાખોર 7 કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાળે પડાઈ હતી. હુમલાખોર 7 કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઇજા પોહચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત જાસૂસીકાંડના આરોપી બુટલેગર નયન બોબડા પર હુમલો ધંધા ની અદાવતે કે બીજા ક્યાં કારણોસર કરાયો તે તપાસનો વિષય બન્યો છે. ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમ.ડી. ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલિદ ચોક, નઇમ ઇસ્માઇલ મુસા પટેલ, ઇસ્માઇલ અલી હુસેન મલેક, 10 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે પકડાયેલા હિસ્ટ્રીશીટર અને નિવૃત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખીલજી, સલમાન મુસ્તાક પટેલ. તેમજ આંતરરાજ્ય ATM તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના આમિર શાબિર નથ્થું ખાન સાથે આમીન અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરાવાયો છે.