જય ઝૂલેલાલ -ભરૂચ માં વસ્તા સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ની કરાઈ ઉજવણી
ભરૂચનાં ઐતિહાસિક ભાગાકોટનાં ઓવારે આવેલા ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદીર જિલ્લા અને રાજયભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થ સ્થાન ગણાય છે. હિંદુસ્તાનનાં ભાગલા વખતે સીંધ (પાકિસ્તાન) થી લવાયેલી અખંડ જયોત આજે 77 વર્ષથી અહીં પ્રજવલિત છે. ચેટીચંદ નિમિતે દિવસ ભર ભજન-ર્કિતન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે.
Advertisement
આ પ્રસંગે મોટી સંખ્યામાં સિંધી સમાજ ના લોકોએ જુના ભરૂચ સ્થિત ઝૂલેલાલ ભગવાન ના મંદિરે ઉપસ્થિત રહી ચેટી ચાંદ પર્વ ને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો