Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોક ને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા..

Share

*ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોક ને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા……*

તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી-લુના કારણે તાકીદે સારવાર આપી 108 ઈમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિગતવાર જોઈએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 106 જેટલા કેશો ખેંચ કે ચક્કર આવવાના, ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના, 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કહેશો ઝાડા ઉલટીના નોંધાયેલ છે જેમને પ્રી-ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
*ગરમીના દિવસોમાં રાખવાની થતી તકેદારીઓ…..*
* સખત ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો
* ગરમીમાં જો બહાર જવાનું થાય તો સુતરાઓ કપડાં પહેરવા અને મોઢાથી પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું
* નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું
* ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળો
* ઠંડા પાણીના પોતા મુકતા રહેવું
* જો મજુર વર્ગ ને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર બે કલાકે છાયડામાં 15 થી 20 મિનિટ આરામ લેવો

Advertisement

આ સાથે જો કોઈપણ ઈમરજન્સી જણાય તો 108 નંબર ડાયલ કરવો…..


Share

Related posts

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ProudOfGujarat

નડિયાદ : જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ ખાતે આઝાદીનાં ૭૫ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિકનો મફત કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!