કર્ણાટકમાં મળેલી રાજકીય જીતથી ભરૂચ કોંગ્રેસમાં આનંદની લહેર:ફટાકડા ફોડી વ્યક્ત કરી ખુશી
Video Player
00:00
00:00
——————————————————
Advertisement
કર્ણાટકમાં યેદીયુરપ્પા વિશ્વાસમત સાબિત કરી શક્યા નથી.શક્તિપરિક્ષણમાંથી પસાર થવાના બદલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે.આ સાથે જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જે.ડી.એસ ગઠબંધનની સરકાર રચશે.કર્ણાટકમાં મળેલી રાજકીય જીતથી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે.ભરૂચ કોંગ્રેસના કાર્યકરોમાં આ જીતથી આનંદની લહેર ફરી છે.આજે સાંજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર આગેવાનો અને કાર્યકરો ભેગા થયા હતા.અને જીતની ઉજવણી કરી એક બીજાને શુભેચ્છા પાઠવી હતી.જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,ધારાસભ્ય સંજય સોલંકી,શેરખાન પઠાણ, સૈયદ,શકીલ અકુજી,દિનેશ અડવાણી, પરિમલસિંહ રણા શામશાદ સૈયદ ધ્રુતા રાવલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.