ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું
ચૈત્ર નવરાત્રીનું ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી મહત્વ છે, જે દેવી દુર્ગાની પૂજા અને ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. તે 9 દિવસ લાંબી પૂજાનો તહેવાર છે જેમાં આપણે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરીએ છીએ અને તેમની કૃપાના આશીર્વાદ માંગીએ છીએ.
ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા માં આજે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ અને મંગળવાર હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી આમ મંદિર માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે જેના લીધે આજે ચૈત્ર નવરાત્રી શરૂ થતા હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું
ઓસારા નું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ ટપને મહત્વ આપવામાં આવે છે અહીંયા કોઈપણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે મા મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે
વસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ચૈત્રના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું
ઓસારા નું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ તપને મહત્વ આપવામાં આવે છે અહીંયા કોઈપણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે મા મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે
ચૈત્ર સુદ આઠમે હવન રાખવામાં આવ્યો છે જેનો સમય છે બપોરે ૨ થી ૫ રહેશે
રિપોર્ટ અશોક પરમાર ભરૂચ