ડેડીયાપાડા ના પાનખલા ખાતે પ્રાર્થમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભારજી ભાઇ વસાવા ને સાંસદ સામે અવાઝ ઉઠાવવો ભારે પડયો, શિક્ષક સસ્પેન્ડ, આદિવાસી સમાજ મેદાન માં ઉતર્યું
તાજેતર માંજ ડેડીયાપાડા ખાતે ના પાન ખલા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક ભારજી ભાઇ વસાવા ને તંત્ર દ્વારા ફરજ મુક્ત કરવામાં આવ્યા છૅ, પાનખલા શાળામાં ધોરણ 1 થી 8 સુધી ના વિદ્યાર્થી ઑ ને શિક્ષણ પૂરું પાડતા ભારજી ભાઈએ સાંસદ મનસુખભાઇ વસાવા ને ગામ માં પાણી ન આવતું હોય તે પ્રકારની ફરિયાદ કરી હતી,
જે ઘટના ક્રમ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં શિક્ષક ની ફરિયાદ મામલે સાંસદ અપ શબ્દો બોલતા નજરે પડ્યા હતા, જે બાબત લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી, વીડિયો વાયરલ થયા ના થોડા દિવસોમાં જ સાંસદ સામે અવાજ ઉઠાવ નારા શિક્ષક ભારજી વસાવા ને તેઓની ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા
જે ઘટના અંગેના ઘેરાપરઘા આદિવાસી સમાજ માં પડ્યા હતા, આજ રોજ આદિવાસી સમાજ ના આગેવાનો અને યુવાનોએ ભેગા થઈ સમગ્ર મામાલે ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી, અને ભારજી ભાઇ વસાવા ને તેઓ ની ફરજ પર ફરી કાર્યરત કરે તેવી રજુવાત કરી હતી