ભરૂચ જિલ્લા માં એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત ખેડૂતો આકરા પાણીએ, લોકસભા ચૂંટણી બહિષ્કાર ની કરી જાહેરાત
એક્સપ્રેસ વે ના જિલ્લાના અસરગ્રસ્ત ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોટ તાલુકાના ખેડૂતોનું ચૂંટણી બહિષ્કારનું એલાન
કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં વોટ માંગવા પ્રવેશવા નહિ દેવાનું અલ્ટીમેટમ
ભરૂચમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું જારી થાય તે પેહલા જ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત 32 ગામના ખેડૂતોએ ઉમેદવારોને મત જોઈતો હોય તો સુરત, નવસારી અને વલસાડ જવાના બેનરો તેઓના ગામોમાં લગાડી દઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છૅ,
ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને હાંસોટના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તેઓના ગામમાં કોઈપણ રાજકીય પક્ષ કે તેના ઉમેદવારે ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવવું નહિ ના બેનરો લગાવી દીધા છે.
સાથે જ આ દિવા, માતર, પુનગામ, કારેલા સહિતના અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ જો ભરૂચના ઉમેદવારોએ તેઓના મત જોઈતા હોય તો જ્યાં વધુ વળતર ચૂકવાયું છે તેવા સુરત, નવસારી અને વલસાડ મત માંગવા જવા પણ ટકોર કરી દીધી છે.
ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના 32 ગામના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, નવસારી અને વલસાડ મુજબ વળતરની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લા વહીવટી તંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે NHAI પાસે કરી રહી છે.
હવે ચૂંટણી ટાણે એક્સપ્રેસ વે ના અસરગ્રસ્ત ખેડૂતોનું આંદોલન કેવું સ્વરૂપ પકડે છે અને તેઓની માંગણીઓ સ્વીકારાય છે કે નહીં તે જોવું રહ્યું.