Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શહેર માં રિક્ષામાં બેસાડી રાહદારીઓ ના રૂપિયા તથા પાકીટ કાઢી ચોરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડતી પોલીસ

Share

ભરૂચ શહેર માં રિક્ષામાં બેસાડી રાહદારીઓ ના રૂપિયા તથા પાકીટ કાઢી ચોરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડતી પોલીસ

ભરૂચ શહેર ના અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈ ફરતા અને રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેઓ પાસેથી રૂપિયા અને પાકીટ જેવી વસ્તુઓની ચોરી કરતા ત્રણ જેટલા ઈસમો આખરે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ની પકડ માં આવી પહોંચ્યા હતા

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામે ના રોડ ઉપર રીક્ષા નંબર GJ 16 W 0192 લઈ ઉભેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા,

પોલીસ ની તપાસ માં ત્રણેવ ઈસમો શહેર ના અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈ ફરતા હતા અને રાહદારીઓ ને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ત્યાર બાદ તેઓ પાસે રહેલા રૂપિયા અને પાકીટ સહિત ની વસ્તુઓ ચોરી કરી લેતા હતા,

પોલીસે સમગ્ર મામલે કાદર ભાઈ અબ્દુલ ભાઈ શેખ રહે, મુસ્લિમ સોસાયટી, કોસંબા, અમીન હનીફ નાનાબાવા રહે, મુસ્લિમ સોસાયટી, કોસંબા તેમજ ઇમરાન યાકુબ પટેલ રહે, સુરતી ભાગોળ અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી ઓટો રીક્ષા, મોબાઈલ 3 તેમજ 18 હજાર ઉપરાંત ની રોકડ સહિત કુલ 89 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

અંકલેશ્વર : ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયા ચાર રસ્તા પર જાહેર શૌચાલય અને સ્નાનગૃહનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ:ગેરકાયદેસર તાંબાના વાયરોના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભરૂચ શહેર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!