ભરૂચ ના બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી માં પોલીસ દ્વારા ઢોર માર મરાયો નો પરિવાર નો આક્ષેપ, બુટલેગર સારવાર હેઠળ
દેશ ભર માં લોકસભા ચૂંટણી 2024 નો માહોલ જામ્યો છૅ, ચૂંટણી ની તારીખો જાહેર થયા બાદ થી જ આદર્શ આચારસંહિતાઃ લાગુ થઈ છૅ, તેવામાં ઉચ્ચ પોલીસ વિભાગ ના અધિકારી ઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાઓ બાદ થી અનેક આરોપીઓને પોલીસ ઝડપી રહી છૅ,
બે દિવસ અગાઉ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા બુટલેગર નવાબ ઉર્ફે નબ્બો ઇમરાન શાહ દીવાન જે એ ડિવિઝન પોલીસ મથક ના ગુન્હા માં નાસતો ફરતો હોય તેને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો,
નવાબ ઉર્ફે નબ્બુ ને પકડી બી ડીવીઝન પોલીસ મથકે કસ્ટડી માં આવ્યા હતો , પરિવાર જનોએ આક્ષેપ કર્યા હતા કે નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી દરમ્યાન પોલીસે શરીર ના ભાગે ખુબ માર માર્યો હતો,
જે બાદ ઘટના બાદ નવાબ ને કોર્ટ માં રજૂ કરવામાં આવતા તેઓના પરિવાર જનોએ પોલીસ દ્વારા માર મારવા અંગેની જાણકારી કોર્ટ સમક્ષ આપી હતી, કોર્ટ દ્વારા ઘટનાની ગંભીરતા ને સમજી નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશાહ દીવાન ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કસ્ટડી હેઠળ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો,
ઘટનાના પગલે નવાબ ઉર્ફે નબ્બુ ના પત્ની ધર્મ પત્નીએ પોલીસ ની કામગીરી ની ટીકા કરી હતી અને તેઓના પતિ ને મારવામાં આવેલ માર અંગેની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો,સાથે જણાવ્યું હતું કે પોલીસ રિમાન્ડ માત્ર પૂછ પરછ માટે ના હોય છૅ, તેમ છતાં તેઓના પતિ ને રિમાન્ડ વગર કસ્ટડી માં આટલો માર મારવામાં આવ્યો છૅ, અમારે બે સંતાનો છૅ, જો મારા પતિ ને ન કરે ને કશું થઈ ગયું હોત તો અમે શું કરતા તેવી વેદના વ્યક્ત કરી હતી,