Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે એક દુકાન માં આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહિ

Share

ભરૂચ જિલ્લા ના પાલેજ ખાતે એક દુકાન માં આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહિ

ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋત્તુ દરમ્યાન જાણે કે અગ્નિ તાંડવઃ ની સ્થિતિ સર્જાઈ રહી હોય તેમ એક બાદ એક આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવતી દેખાઈ રહી છૅ, જિલ્લા ના ઔધોગિક એકમો હોય કે ગોડાઉનો અથવા મકાનો કે વાહનો માં આગ લાગવાના બનાવો ચાલુ વર્ષે સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યા છૅ, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના પાલેજ પંથક માંથી સામે આવી હતી,

Advertisement

પાલેજ ખાતે નેશનલ હાઇવે ને અડીને આવેલ સિટી પોઇન્ટ હોટલ ની બાજુના શોપિંગ સેન્ટર માં આજે અચાનક આગ ફાટી નીકળતા બે જેટલી દુકાનો આગ ની લપેટ માં આવી હતી,શોપિંગ સેન્ટર માં આવેલ દુકાન ના બીજા મારે અચાનક આ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં ભારે નાશભાગ મચી જવા પામી હતી,

ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ફાયર વિભાગ અને કરજણ ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લશ્કરો એ તાત્કાલિક લાય બંબા સાથે સ્થળ ઉપર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો,

દુકાનો માં લાગેલ આગ મામલે સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી, જોકે સમગ્ર ઘટનામાં કહેવાય છૅ કે દુકાન રહેલ માલ સામાન્ બળી ને ખાખ થઈ જતા દુકાન સંચાલક ને મોટી નુકશાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છૅ,


Share

Related posts

માંગરોળ : વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફૂટબોલની મેચમાં મારામારી કરનાર 9 આરોપી ઝડપાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાની વિભાજિત થયેલી 10 ગ્રામ પંચાયતમાં વહીવટદારોની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!