ભરૂચ.
ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વેકલ્પિક રોજગારી માટે અલિયાબેટ ની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું
હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તેજ જમીનો કચ્છ-ગાંધીધામની બે કંપનીને ફારવણી કરી દેવાની એકતરફી હકારાત્મક કાર્યવાહી થઈ રહેલી છે.
તેનાથી નારાજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ ત રફથી ભાડભૂત બેરેજ સામે સ્થગિત કરેલું આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે અલિયાબેટની જમીનોની ફારવણી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.
નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રિડીગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસતાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોને રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલુ છે અને તે નુકશાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકશાનની ભરપાઈ કરવી જરૂરી છે.
જેથી કરીને નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓન બ્રિડીગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિઁન્ડ વાલા વિસ્તારમાં ચાલી રહેલુ ભાડભૂત બેરેજનુ કામ અટકાવી બંધ કરવું જરૂરી થઈ ગયું છે, જો કામ બંધ કરવામાં નહિ આવે તે માટે હજારો માછીમાર પરિવારોને ભીખ માંગવાનો વાળો આવે તેમ છે.જેને લઈને આજ રોજ માછીમાર સમાજ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું