નદી કાંઠે જ તરસ્યા -ભરૂચ ના મહેગામ ખાતે પાણી ના સગ્રહ માટે જ્યાં નજર નાંખો ત્યાં પીપડા, વેચાતું પાણી લેવા ગ્રામજનો મજબુર
નર્મદા નદી ના કાંઠે વસેલું ભરૂચ શહેર અને જિલ્લા ના કેટલાય ગ્રામ્ય વિસ્તારો આજે પણ પાણી માટે વલખા મારતા નજરે પડી રહ્યા છૅ, જિલ્લા ના અનેક વિસ્તારોના લોકો પાણી વેચાણ થી લેવા માટે મજબુર બન્યા હોય તેવું કહેવાય રહ્યું છૅ,
નર્મદા નદી ને સામે નજરે જોઈ કાંઠે વસ્તા લોકો પણ પાણી ના સગ્રહ માટે આખે આખા વિસ્તાર માં પીપડા ગોઠવી બેઠાં છૅ, ભરૂચ ના વાગરા તાલુકા નું મહેગામ ગામ ની પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ છૅ, જ્યાં લોકો ભર ઉનાળા ની ઋતુ માં પાણી માટે રૂપિયા ખર્ચ કરી રહ્યા છૅ,
આ ગામ માં પ્રવેશ્તા જ ગામ ના મકાનો ની બાહર અસંખ્ય પીપડા ગોઠવાયેલા નજરે પડે છૅ, જ્યાં પાણી ની બુંદ બુંદ ગ્રામ જનો સંગ્રહ કરી રાખવા મજબુર બન્યા છૅ તેમજ પશ્ચિસ રૂપિયા ખર્ચો કરી એક પીપડી ભરી રહ્યા છૅ,
સરકાર ની નલ સે જલ યોજના આ વિસ્તારોમાં જાણે કે પહોંચી જ ન હોય તેમ કહેવાય રહ્યું છૅ, નર્મદા નદી માં ભરપૂર પાણી છતાં આ વિસ્તાર ના લોકો વેચાતું પાણી લઈ પોતાનું રોજિંદુ જીવન વિતાવી રહ્યા છૅ,
વર્ષો વીત્યા છતાં ભરૂચ જિલ્લા ના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પાણી માટે નો કકળાટ લોકો વચ્ચે યથાવત જોવા મળે છૅ, તેવામાં તંત્ર પણ આ પ્રકાર ના ગ્રામ્ય વિસ્તારોનું વિશેષ સર્વે કરાવી તેઓની આ સમસ્યા નું નિરાકરણ લાવવું જોઈએ તેવી લૉક માંગ ઉઠી રહી છૅ,