Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ જંબુસર ના સારોદ ગામ ના વતની એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી

Share

દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ જંબુસર ના સારોદ ગામ ના વતની એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી

જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલ ભાઈને ગોળી વાગતા તેનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોક ની લાગણી જન્મી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે પરંતુ ત્યાં તેમને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે.
અત્રે ઉલ્લેખની આ બાબત છે કે સાહિલભાઈ મુનશી એ રોજાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત… વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં આશરે કુલ ૯૧૮ ઘરફોડ અને ચોરીના બનાવ

ProudOfGujarat

ભરૂચ : વિશ્વ હૃદય દિવસ નિમિતે હાર્ટ ડીઝીઝ અવેર્નેશ કાર્યક્રમ રોટરી કલબ ઓફ ભરૂચ ખાતે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!