લોકસભા ચૂંટણી માં BAP પાર્ટી ની એન્ટ્રી, ભારત આદિવાસી પાર્ટી થકી ભરૂચ બેઠક પર ઉમેદવાર ઉભો રાખશે, છોટુ વસાવા થકી થઈ જાહેરાત
ભરૂચ લોકસભા બેઠક પર નો રાજકીય જંગ દિવસે ને દિવસે રોમાંચિત બનતો જઈ રહ્યો છે, બેઠક ના રાજકીય ગણિત ના સમીકરણો ને પારખી ગયેલા રાજકીય દિગ્ગજ નેતાઓ હવે ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટે ના તમામ પ્રયત્નો કરવા માં લાગી ગયા છે,
ખાસ કરી ભરૂચ લોકસભા બેઠક નો રાજકીય જંગ આદિવાસી વિસ્તારમાં ભરપૂર જામ્યો છે, જ્યાં મુખ્યત્વે પાર્ટીઓના આદિવાસી નેતાઓ પોતાની મત બેન્ક જાળવી રાખવા માટે અને બેઠક પર આ વખત ની ચૂંટણી જીતવા માટેની રણનીતિ સાથે ચૂંટણીના જંગ માં ઝંપલાવી રહ્યા છે,
ભારતીય જનતા પાર્ટી તરફ થી જ્યાં સતત છ ટર્મ ના સાંસદ મનસુખ વસાવા ને રિપીટ કરી ચૂંટણીમાં ના જંગ માં ઉતાર્યા છે તો બીજી તરફ આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરી ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ને લોકસભા બેઠક ના ઉમેદવાર તરીકે ચૂંટણીના રણ માં ઉતારી બેઠક પર જીત મેળવવા ના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે,
આ બધા વચ્ચે હવે ઝઘડિયા ના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી ઓના માસીહા કહેવાતા છોટુભાઈ વસાવા પણ હવે ભરૂચ લોકસભા બેઠક ના જંગ માં ઉતરી આવ્યા છે, આજ રોજ છોટુ વસાવા એ તેઓના નિવાસ ખાતે એક પત્રકાર પરિસદ ને સંબોધી હતી,ભારત આદિવાસી પાર્ટી ના રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ના ધારાસભ્ય અને આગેવાનોની હાજરી માં યોજાયેલ આ કાર્યક્રમ માં છોટુ વસાવા નું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું,
ભારત આદિવાસી પાર્ટી થકી યોજાયેલ આ પત્રકાર પરિસદ માં છોટુ વસાવા એ ભારત આદિવાસી પાર્ટી તરફ થી ભરૂચ સહિત મોટા ભાગ ની બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે, જોકે તેઓ ચૂંટણી લડશે કે નહિ તે બાબત ઉપર સસ્પેસ રાખ્યું હતું, વધુ માં છોટુ વસાવા એ ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા,
બોક્સ-છોટુ વસાવા ની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રી બાદ થી આદિવાસી મત વિભાજીત થવાની શક્યતાઓ વધી છે, આદિવાસી વિસ્તારમાં મનસુખભાઇ વસાવા, ચૈતર વસાવા અને છોટુ ભાઈ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેન્ક ને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠક નું પરિણામ પણ રસપ્રદ બનશે તેવું પણ રાજકીય પંડિતો માં ચર્ચાઈ રહ્યું છે,
બોક્સ-લઘુમતી સમાજ અને અન્ય સમાજ ના મતો પર તમામ પાર્ટી ઑ આ બેઠક ના જંગ માં નિર્ણાયક સાબિત થાય તેવા એધાંણ વર્તમાન સ્થિતિ માં બેઠક પર રંધાઈ રહેલી રાજકીય દાવ પેચ વારી ખીચડી ઉપર થી કહી શકાય તેમ છે, તેવમાં હવે જોવું રહ્યું કે લઘુમતી સમાજ ના મતો ક્યા પક્ષ માટે લાભ દાયક અને ક્યા પક્ષ માટે નુકશાન કારક સાબિત થાય છે તે બાબત તો આગામી સમય માં જ ખબર પડી શકે તેમ છે,