સમસ્ત માછીમાર સમાજ નો ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન,સમાજ ને ન્યાય મળે માટે કરી રજુઆત
સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલીયાબેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગ કારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે.જેથી ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ફીશીંગ ગ્રાઉન્ડ અને બ્રિડીંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમારી સમાજે ઉચ્ચારી છે.
મોટી સંખ્યામાં ભેગા થયેલ માછીમાર સમાજ ના આગેવાનોએ આજે ભાડભૂત બેરેજ યોજના ની કામગીરી કરતી સાઈટ ઉપરની ઓફિસે જઈ સમગ્ર મામલા અંગેની રજુઆત કરી હતી તેમજ માછીમાર સમાજ ને ન્યાય મળે માટે રજુઆત કરી હતી