વાલિયાના પેટીયા ગામે માથાભારે ઈસમોએ ખેડૂત પરિવાર અને અન્ય લોકો પર કર્યો હુમલો, 8 લોકો ઘાયલ
ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકાના પેટીયા ગામ ખાતે ખેતર નજીક થી પસાર થતા રસ્તા બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું, લાકડા સહિત ના મારક હથિયાર સાથે ખેડૂત પરિવાર પર ટોળું તૂટી પડતા મામલે આઠ જેટલાં લોકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું કહેવાય રહ્યું છે,
Advertisement
સમગ્ર ઘટના કર્મ બાદ મામલે માથાભારે ઈસમ સહિત 12થી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું પણ કહેવાય રહ્યું છે,ખેડૂત પરિવાર અને માથાભારે ઈસમો વચ્ચે થયેલ ઝઘડા નો વીડિયો પણ વાયરલ થયો છે
વાયરલ વીડિયો માં બંને પક્ષ મારામારી કરતા હોવાનું નજરે પડી રહ્યું છે, હાલ સમગ્ર મામલે પોલીસે પણ ફૂટેજ ની મદદ થી ઘટનામાં સામેલ ઈસમોની ધરપકડ ના ચક્રોગતિમાન કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે